Last Updated on by Sampurna Samachar
તાજેતરમાં જ ભાજપના દિગ્ગજ નેતાઓની યોજાઇ હતી બેઠક
મનોહર લાલ ખટ્ટર, ધર્મેન્દ્ર પ્રધાન અને ભૂપેન્દ્ર યાદવનું નામ ચર્ચામાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય જનતા પાર્ટી ટુંક સમયમાં ૫ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોના નામોની જાહેરાત કરી શકે તેમ માહિતી પ્રાપ્ત થઇ છે. ત્યારબાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી પ્રક્રિયા શરૂ થશે. જણાવવામાં આવી રહ્યુ છે કે એવું કહેવાય છે કે આ મહિનાના અંત સુધીમાં ભાજપને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. જ્યાં આ અઠવાડિયે જ ભાજપના દિગ્ગજ નેતાઓની મોટી બેઠક યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જે.પી નડ્ડા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ ટૂંક સમયમાં કેટલાક સંગઠનાત્મક ર્નિણયોનો સંકેત આપે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરાયા બાદ મંત્રીમંડળનું વિસ્તરણ અથવા ફેરબદલ પણ થઈ શકે છે. આમાં NCP , શિવસેના જેવી સહયોગી પાર્ટીઓના નવા ચહેરાઓને મોદી કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે. જોકે, આની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
૧૪ રાજ્યોમાં પ્રદેશ પ્રમુખોની નિમણૂક થઈ ચૂકી
ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને અન્ય જેવા મહત્વના રાજ્યોને હજુ સુધી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મળ્યા નથી. ત્યારે ભાજપ આ સપ્તાહના અંતે પાંચ રાજ્યોના પ્રદેશ પ્રમુખોના નામોની જાહેરાત કરી શકે છે.
પાર્ટીના બંધારણ અનુસાર, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પહેલાં ઓછામાં ઓછા ૫૦ ટકા રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષોની નિમણૂક થવી જરૂરી છે. અત્યાર સુધીમાં ૧૪ રાજ્યોમાં પ્રદેશ પ્રમુખોની નિમણૂક થઈ ચૂકી છે, અને બાકીના રાજ્યોની જાહેરાત ટૂંક સમયમાં થવાની અપેક્ષા છે.
આ સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને પાર્ટીના સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ હાજર રહ્યા હતા. આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી અને સંગઠનાત્મક ફેરબદલો અંગે ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર, ધર્મેન્દ્ર પ્રધાન અને ભૂપેન્દ્ર યાદવનું નામ ચર્ચામાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ આગામી સપ્તાહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે ચર્ચા કરીને અંતિમ ર્નિણય લઈ શકે છે, જે પાર્ટીના નેતૃત્વની પસંદગીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, એપ્રિલ ૨૦૨૫ના અંત સુધીમાં નવા અધ્યક્ષના નામની જાહેરાત થઈ શકે છે. નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત આ મહિનાના અંત સુધીમાં થઈ શકે છે.