બિટકોઇન-અપહરણ કેસનો મામલો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

આરોપીઓના ૫ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

કરોડોના ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શનમાં સંડોવણી હોવાનો ગંભીર આરોપ

(સંપૂર્ણ સમાચાર સેવા)

ગુજરાતના બહુચર્ચિત અપહરણ અને બિટકોઈન હેરાફેરી કેસમાં ED  એ વધુ બે આરોપીઓની અટકાયત કરી છે. આ કેસમાં મુખ્ય આરોપી શૈલેષ ભટ્ટના ભત્રીજા નિકુંજ ભટ્ટ અને પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના સંબંધી સંજય કોટડિયાની અટકાયત કરવામાં આવી છે. આ બંને પર કરોડોના ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શનમાં સંડોવણી હોવાનો ગંભીર આરોપ છે.

ED  ની તપાસ અનુસાર, આ આખું કૌભાંડ અંદાજે ૨૪૦ કરોડ રૂપિયાથી વધુની કિંમતના બિટકોઈન અને અન્ય ક્રિપ્ટો કરન્સીની ગેરકાયદે હેરાફેરી સાથે જોડાયેલું છે. આ બંને આરોપીઓ પર કરોડોના ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શનમાં સીધી સંડોવણી હોવાનો અને નાણાકીય હેરાફેરીમાં મદદગારી કરવાનો ગંભીર આરોપ છે.

આ કેસમાં સમયાંતરે કુલ ૧૪ લોકોની ધરપકડ કરાઈ

બંને આરોપીઓને ED  ની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ED દ્વારા આંતરરાષ્ટ્રીય લિંક્સ અને નાણાંના સ્ત્રોતની તપાસ કરવા માટે ૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જોકે, કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીઓના ૫ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ઉલ્લેખનીય છેકે, આગામી ૫ દિવસની પૂછપરછ દરમિયાન ઈડ્ઢએ જાણવાનો પ્રયાસ કરશે કે આ કરોડોના બિટકોઈન ક્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યા અને આ નેટવર્કમાં અન્ય કયા મોટા નેતાઓ કે અધિકારીઓની સંડોવણી છે.

એવી પૂરેપૂરી શક્યતા છે કે રિમાન્ડ દરમિયાન આ કૌભાંડના અનેક વણઉકેલ્યા રહસ્યો પરથી પડદો ઉચકાશે.વર્ષ ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ સાથે બિટકોઇન ખંડણીનો કેસ નોંધાયો હતો. એક ફાયનાન્સ કંપનીમાં કરેલા બિટકોઇન રોકાણમાં શૈલેષ ભટ્ટના પૈસા ડૂબી ગયા હતા. તેથી તેણે આ કંપનીના માલિક અને કર્મચારીઓનું અપહરણ કરીને પૈસા પાછા માંગ્યા હતા.

ત્યાર પછી આ કેસમાં અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન પીઆઇ અનંત પટેલની ટીમે સરકારી વાહનોમાં શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને ખંડણી વસૂલી હતી. પોલીસ અપહરણકારોએ શૈલેષ ભટ્ટને ગાંધીનગર નજીક લઈ જઈને ૯ કરોડ રૂપિયાની કિંમતના ૧૭૬ બિટકોઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. આ સમગ્ર ખંડણીમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની પણ સંડોવણી હતી.

આ કૌભાંડ બહાર આવતા કેસ સીઆઇડી ક્રાઇમને સોંપાયો હતો. સીઆઇડીએ અનંત પટેલ સહિત ૧૦ પોલીસ કર્મચારી તેમજ સુરતના વકીલ કેતન પટેલની ધરપકડ કરી હતી. કેતન પટેલની પૂછપરછમાં જ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, અમરેલીના તત્કાલીન એસપી જગદીશ પટેલ સહિતના નામ ખૂલ્યા હતા. જેના આધારે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે જગદીશ પટેલની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી. ત્યાર બાદ આ કેસમાં સમયાંતરે કુલ ૧૪ લોકોની ધરપકડ કરાઈ હતી.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.