Last Updated on by Sampurna Samachar
વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં મોટો ફેરફાર
વોરન બફેટ પણ વિશ્વના ટોપ-૧૦ ધનિકોની યાદીમાંથી બહાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં મોટો ફેરફાર થયો છે. માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ બાદ હવે વોરન બફેટ પણ વિશ્વના ટોપ-૧૦ ધનિકોની યાદીમાંથી બહાર થયા છે. શેરબજારમાં ભારે અફરાતફરી વચ્ચે વોરન બફેટની નેટવર્થમાં મોટો ઘટાડો નોંધાતા તેઓ ૧૧માં ક્રમે પહોંચ્યા છે.
બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ અનુસાર, વોરન બફેની નેટવર્થ ૧.૯૬ અબજ ડોલર ઘટતાં બફે ૧૧માં ક્રમે પહોંચ્યા છે. જ્યારે બિલ ગેટ્સ ૧૨૩ અબજ ડોલરની નેટવર્થ સાથે ૧૫માં ક્રમે છે. બર્કશાયર હેથવેના ૯૪ વર્ષીય ચેરમેન વોરન બફેટ લાંબા સમયથી ટોપ-૧૦ ધનિકોની યાદીમાં સામેલ હતાં. પરંતુ છેલ્લા ૨૪ કલાકમાં શેરબજારમાં ભારે ઉથલપાથલના કારણે તેમની નેટવર્થમાં મોટો ઘટાડો થયો હતો.
બિલ ગેટ્સની સંપત્તિ છેલ્લા કેટલાક સમયથી ઘટી
બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સમાં તેઓ ૧૪૦ અબજ ડોલરની નેટવર્થ સાથે ટોચના ૧૧માં ધનિક છે. છેલ્લા એક મહિનાથી તેમની કંપનીના શેર સતત તૂટી રહ્યા છે. ઉલ્લેખનીય છે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ વધી છે. જેની અસર શેરબજાર પર જોવા મળી છે.
બીજી તરફ ટેક. કંપની ડેલ ટેક.ના સીઈઓએ વિશ્વના ટોપ-૧૦ ધનિકોની યાદીમાં એન્ટ્રી લીધી છે. ડેલ ટેક.ના સીઈઓ માઈકલ ડેલ હવે વિશ્વના ટોચના ૧૦માં ક્રમના ધનિક બન્યા છે. તેમની નેટવર્થમાં ૧.૪૧ અબજ ડોલરનો ઉછાળો નોંધાતાં નેટવર્થ ૧૪૧ અબજ ડોલર થઈ હતી. આ વર્ષે ૨૦૨૫માં સૌથી વધુ કમાણી કરનારા ધનિકોમાં તેઓ સામેલ થયા છે. ડેલની સંપત્તિ ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધીમાં ૧૭ અબજ ડોલરથી વધી છે.
ધનિકોની યાદીમાંથી માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સની સંપત્તિ છેલ્લા કેટલાક સમયથી ઘટી રહી છે. જેના લીધે તેઓ બિલિયોનર્સ ઈન્ડેક્સમાં સતત પાછળ ખસી રહ્યા છે. હાલ તેઓ ૧૨૩ અબજ ડોલરની નેટવર્થ સાથે ટોચના ૧૫માં ધનિક છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધીમાં તેમની નેટવર્થ ૩૫.૭ અબજ ડોલર ઘટી છે.
ટોપ-૧૦ ધનિકોની યાદી
ક્રમ નામ નેટવર્થ
૧ ઈલોન મસ્ક ૩૭૧ અબજ ડોલર
૨ લેરી એલિસન ૩૦૨ અબજ ડોલર
૩ માર્ક ઝુકરબર્ગ ૨૭૦ અબજ ડોલર
૪ જેફ બેજાેસ ૨૪૪ અબજ ડોલર
૫ લેરી પેજ ૧૮૦ અબજ ડોલર
૬ સ્ટીવ બાલમેર ૧૭૯ અબજ ડોલર
૭ સર્જી બ્રિન ૧૬૮ અબજ ડોલર
૮ જેન્સન હુઆંગ ૧૫૯ અબજ ડોલર
૯ બર્નાડ અર્નોલ્ટ ૧૫૩ અબજ ડોલર
૧૦ માઈકલ ડેલ ૧૪૧ અબજ ડોલર
૧૮ મુકેશ અંબાણી ૯૮.૧ અબજ ડોલર
૨૨ ગૌતમ અદાણી ૭૪ અબજ ડોલર