Last Updated on by Sampurna Samachar
કારચાલકે બાઇકચાલકને જોરદાર ટક્કર મારી
સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠા ડીસા-થરાદ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડીસા-થરાદ રોડ પર રામપુરા નજીક કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. કારચાલકે અડફેટે લેતા બાઇક ચાલકનું મોત નીપજ્યું છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

તેમા કંપારીપૂર્વકની ઘટના દેખાય છે. આ ઘટના બતાવે છે કે કારચાલકો કેટલી બેદરકારીથી વાહન ચલાવે છે અને તેની સામે ટુ-વ્હીલર ચાલકો પણ કંઈ ઓછા નથી તે સ્પષ્ટ દેખાઈ આવે છે. આમ એકની બેદરકારી અને બીજાની નિષ્કાળજીએ એકનો ભોગ લીધો છે.
બાઇક ચાલકનુ ઘટનાસ્થળે જ મોત નિપજ્યું
બનાસકાંઠામાં અકસ્માતના પગલે તરત જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. તેમણે બાઇક ચાલકને બચાવવા માટે ૧૦૮ પણ બોલાવી હતી. પણ એમ્બ્યુલન્સ હોસ્પિટલ લઈ જાય તે પૂર્વે જ બાઇકચાલક નું મૃત્યુ થયુ હતુ.
અકસ્માત બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી બાઇક ચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. તેની સાથે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ પણ કબ્જે કર્યા. તેમજ પોલીસે કાર ચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.