Last Updated on by Sampurna Samachar
ફાયરિંગ અંગે પંચમહાલ પોલીસ સ્ટેશનમાં ત્રણ અલગ અલગ કેસ નોંધાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારના બાહુબલી અને પૂર્વ ધારાસભ્ય અનંત સિંહે મોકામા ગેંગ વોર સાથે જોડાયેલા કેસમાં આત્મસમર્પણ કર્યું છે. અનંત સિંહ આત્મસમર્પણ કરવા માટે બાઢ કોર્ટ પહોંચ્યા હતો અને કોર્ટે તેને ન્યાયિક કસ્ટડીમાં લઈને પટનાની બેઉર જેલમાં મોકલી દીધો હતો. આ કેસમાં પોલીસે સોનુ સિંહ સહિત બે લોકોની ધરપકડ કરાઈ છે. પંચમહલા પોલીસ સ્ટેશન વિસ્તારના નૌરંગા-જલાલપુર ગામના રહેવાસી સોનુ-મોનુની માતા દ્વારા અનંત સિંહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
અહેવાલો અનસાર, ૨૨મી જાન્યુઆરીએ બિહારના મોકામામાં અનંત સિંહ અને સોનુ-મોનુ ગેંગ વચ્ચે ૭૦ થી ૮૦ રાઉન્ડ ગોળીબાર થયો હતો, જેમાં અનંત સિંહ માંડ માંડ બચ્યા હતા. આ ઘટના દરમિયાન અનંત સિંહના એક સમર્થકને ગોળી વાગી હતી. આ કેસમાં પોલીસે અનંત સિંહ અને સોનુ મોનુના નામથી કુલ ત્રણ ફરિયાદ નોંધી હતી.
પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ અને કુખ્યાત સોનુ-મોનુ વચ્ચેના ગેંગ વોરના સંબંધમાં અનંત સિંહ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ફાયરિંગ અંગે પંચમહાલ પોલીસ સ્ટેશનમાં ત્રણ અલગ અલગ કેસ નોંધાયા છે. ગ્રામીણ એસપી વિક્રમ સિહાગે જણાવ્યું હતુ કે, ‘ફાયરિંગની ઘટનામાં ત્રણ કેસ નોંધાયા છે.
ગ્રામજનોની અરજી પર સોનુ-મોનુ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જ્યારે સોનુ-મોનુની માતા ઉર્મિલા દેવીના નિવેદન પર પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્રીજી એફઆઈઆર પોલીસે દાખલ કરી હતી, જેમાં આ કેસ પોલીસના કામમાં અવરોધ અને ગોળીબાર સાથે સંબંધિત છે.