Last Updated on by Sampurna Samachar
નીતિશ કુમારે રાજ્યસભા સાંસદ તરીકે શપથ લીધા
સંસદ ભવનમાં રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને નીતિશ કુમારને શપથ લેવડાવ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લઈને પોતાની નવીસંસદીય ઇનિંગની શરૂઆત કરી છે. સંસદ ભવનમાં રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને તેમને શપથલેવડાવ્યા હતા. શપથ વિધિ પહેલા નીતીશ કુમારે જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરી હતી.

નીતીશ કુમાર હવે એવાનેતા બની ગયા છે જેઓ વિધાનસભા અને લોકસભાની સાથે બંને ઉચ્ચ ગૃહો (વિધાનપરિષદ અને રાજ્યસભા) ના પણ સભ્ય રહ્યા છે. નીતિશ કુમાર આજે સાંજે જ પટના પરત આવશે. જે બાદ ટૂંક સમયમાં જ મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપે તેવી શક્યતા છે.
નીતીશ કુમારના સ્થાને કોણ?
આ સવાલનો જવાબ શોધવા દિલ્હીમાં ભાજપના કોર ગ્રુપની બેઠક યોજાઈ રહીછે. પટનામાં સમ્રાટ ચૌધરીના સમર્થનમાં પોસ્ટરો લાગ્યા છે, જે બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. કે, ભાજપ નેતૃત્વ વિજય કુમાર સિન્હા અને સમ્રાટ ચૌધરી વચ્ચે સંતુલન જાળવવા ૧૪ એપ્રિલે અંતિમ ર્નિણય લઈશકે છે. વરિષ્ઠ મંત્રી વિજય ચૌધરીએ સ્પષ્ટ કર્યું છે કે નવી સરકાર પણ નીતીશ મોડલ પર જ કામ કરશે.
નીતિશ કુમારની દિલ્હીથી પટના અને પટનાથી દિલ્હી સુધીની સફર
વર્ષ ૨૦૦૫: નીતીશ કુમાર લોકસભા સાંસદ હતા અને અટલ બિહાર વાજપેયીની સરકારમાં રેલવે મંત્રી તરીકેકામ કરી ચૂક્યા હતા. ૨૪ નવેમ્બર ૨૦૦૫ના રોજ તેમણે સીએમ તરીકે શપથ લીધા અને સાંસદ પદેથી રાજીનામુંઆપ્યું.
વર્ષ ૨૦૨૬: ૧૦મી વખત બિહારના સીએમ બન્યા બાદ માત્ર ૪ મહિનામાં જ તેમનો મોહભંગ થયો અને હવે રાજ્યસભા વાયા ફરી દિલ્હી દરબારમાં પહોંચ્યા છે.