વૈશાલીના લાલગંજમાં ચોર ટોળકીએ બંધ ઘરમાંથી કરી આવી વિચિત્ર ચોરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાલમાં ઠંડી વધવાની સાથે સાથે ચોરનો આતંક પણ વધી ગયો છે. બિહારના અલગ અલગ શહેરોમાંથી ચોરીના અલગ અલગ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પણ વૈશાલી જિલ્લામાંથી ચોરીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ અજીબોગરીબ ઘટના વૈશાલી જિલ્લામાં થઈ છે. જેને જાણીને સૌ કોઈ ચોંકી ગયા હતા. વૈશાલીના લાલગંજમાં થયેલી આ ચોરી આખી પંથકમાં ચર્ચાનો વિષય બની છે. હકીકતમાં જોઈએ તો, તાજેતરમાં ઘરેણાં, કપડાં, ટીવી અને કેમેરાની સાથે સાથે રાશનની પણ ચોરી કરી લીધી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, વૈશાલીના લાલગંજમાં ચોર ટોળકીએ બંધ ઘરમાંથી લાખો રૂપિયાના સામાન સાથે સાથે લસણ, ડુંગળી અને દાળ પણ ઉપાડીને લઈ ગયા હતા. હકીકતમાં જોઈએ તો, લાલગંજના લખન સરાય ગામના બે ઘરમાં ચોરી થઈ હતી. ચોર ઘરમાંથી મોંઘા ઘરેણાં અને કિંમતી સામાન સાથે સાથે રસોડામાં રહેલી લસણ, ડુંગળી પણ ચોરી ગયા હતા. ચોરીનો આ અનોખો કિસ્સાની તપાસ કરવા માટે પોલીસ પણ આવી હતી.
ઘટનાની જાણકારી મળતા લાલગંજ પોલીસ ડોગ સ્ક્વોડની ટીમ લઈને પહોંચી અને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમ્યાન ડોગ સ્ક્વોડ ઘરથી લગભગ ૮૦૦ મીટર દૂર એક ચોરીનો સામાન પણ જપ્ત થયો હતો. આપને જણાવી દઈએ કે, ચોરીની ઘટના લખન સરાય ગામના સ્વર્ગીય બૃજવિહારી પ્રસાદ, અનિલ કુમાર શ્રીવાસ્તવના ઘરમાં થઈ હતી. ઘટનાની જાણ થતાં ગૃહસ્વામીએ લાલગંજ પોલીસ સ્ટેશનને આપી, તો વળી રાશનની ચોરીની આ ઘટનાને લઈને હવે લોકો પણ વાતો કરી રહ્યા છે.