ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારની રાજધાની પટણામાં પોલીસે BPSC (બિહાર પબ્લિક સર્વિસ કમિશન) ઉમેદવારો પર લાઠીચાર્જ કર્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. પોલીસનું કહેવું છે કે ઉમેદવારો રસ્તા પર બેઠક કરીને હોબાળો મચાવી રહ્યા હતા, તેથી પોલીસે હળવો બળપ્રયોગ કર્યો છે.
વિરોધ કરી રહેલા BPSC ઉમેદવારોનું કહેવું છે કે, અમે અમારી માંગણીઓ માટે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા. પોલીસ કોઈપણ માહિતી વગર આવી અને અમારા પર લાઠીચાર્જ કર્યો છે. બીજી તરફ એવા અહેવાલ સામે આવ્યા છે કે, ઉમેદવારોએ BPSC ઓફિસને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેઓ ફરીથી પરીક્ષા યોજવાની માંગ કરી રહ્યા છે. પરંતુ તેમનો અવાજ દબાવવા માટે પોલીસ બળનો ઉપયોગ કર્યો હતો. દેખાવો કરી રહેલા ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે, પોલીસ અધિકારીઓએ માત્ર બળપ્રયોગ જ નહીં, અમારી સાથે દુર્વ્યવહાર પણ કર્યો છે. આ ઘટનાથી વિદ્યાર્થીઓ નારાજ થયા છે અને રાજ્ય સરકાર પાસે નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે લોકોમાં રોષ વધી રહ્યો છે.