Last Updated on by Sampurna Samachar
મને આંચકો લાગ્યો તો ૨૫૦ રૂપિયાનું નુકસાન થયું હતું તેમ ફરીયાદીએ કહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારમાં એક વ્યક્તિએ કોગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ એક વિચિત્ર પ્રકારનો કેસ નોંધાવ્યો હતો. જેમાં ફરિયાદીએ નોંધાવ્યુ કે તેણે દૂધ ભરેલી ડોલ પડી ગઈ હતી જેના કારણે તેને ૨૫૦ રૂપિયાનું નુકસાન થયું હતું. પીડિત ફરિયાદી મુકેશ કુમાર ચૌધરીએ દાવો કર્યો હતો કે રાહુલની ટિપ્પણી સાંભળીને તેને આંચકો લાગ્યો હતો કે “ ભાજપ અને RSS એ દરેક સંસ્થા પર કબજો કરી લીધો છે, અને હવે અમે ભાજપ, RSS અને ખુદ ભારતીય રાજ્ય સામે લડી રહ્યા છીએ.”
ફરીયાદીએ કહ્યું, “હું એવી આઘાતની સ્થિતિમાં હતો કે મારી પાંચ લિટર દૂધથી ભરેલી ડોલ, જેની કિંમત ૫૦ રૂપિયા પ્રતિ લિટર છે, મારા હાથમાંથી સરકી ગઈ. રાહુલ ગાંધી રાષ્ટ્રની સાર્વભૌમત્વને ધમકી આપી રહ્યા હતા. ”
સમસ્તીપુરના રહેવાસીએ તેમની અરજીમાં કોંગ્રેસ નેતા પર રાજદ્રોહ સંબંધિત ૧૫૨ સહિત વિવિધ મ્દ્ગજી કલમો હેઠળ ટ્રાયલની માંગ કરી હતી. આ નિવેદન માટે ગુવાહાટીના પાન બજાર પોલીસ સ્ટેશનમાં લોકસભામાં વિપક્ષના નેતા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવ્યાના દિવસો બાદ આ વાત આવી છે.
નવી દિલ્હીના કોટલા રોડ ખાતે પાર્ટીના નવા હેડક્વાર્ટરના ઉદ્ઘાટન દરમિયાન કોંગ્રેસના નેતાઓને સંબોધતા રાહુલે કહ્યું, “ એવું ન વિચારો કે અમે ન્યાયી લડાઈ લડી રહ્યા છીએ. આમાં કોઈ ઔચિત્ય નથી. જો તમે માનતા હોવ કે અમે ભાજપ અથવા RSS નામના રાજકીય સંગઠન સામે લડી રહ્યા છીએ, તો તમે સમજી શક્યા નથી કે શું ચાલી રહ્યું છે. બીજેપી અને RSS આપણા દેશની દરેક સંસ્થા પર કબજો જમાવ્યો છે. અમે હવે ભાજપ, RSS અને ખુદ ભારતીય રાજ્ય સામે લડી રહ્યા છીએ.