Last Updated on by Sampurna Samachar
કાતિલ ઠંડીમાં બિહારમાં ચોરીની ઘટનાઓમાં વધારો થયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાલમાં ચાલી રહેલી ઠંડીની સીઝનમાં બિહારના દરભંગામાં ચોરીની ઘટનાઓ સતત વધતી જાય છે. ચોર ટોળકી એટલી એક્ટિવ થઈ ગઈ છે કે હવે સીધા બેન્કને ટાર્ગેટ કરવા લાગ્યા છે. ત્યારે તાજેતરના જ એક કિસ્સામાં તસ્કરો બેંકને નિશાન બનાવ્યા બાદ ચોરીને અંજામ આપી શક્યા નહતા.
સમગ્ર કિસ્સો દરભંગાના પતોર વિસ્તારમાં આનંદપુર સહોરા વિસ્તારનો છે. જ્યાં વિસ્તારમાં આવેલી પંજાબ નેશનલ બેન્કમાં ચોરીના ઈરાદા સાથે ચોરોએ ધાડ પ્રયાસનો પ્રયાસ કર્યો હતો. ચોરોએ બેન્કની દીવાલની બાજુમાં લગભગ પાંચ ફુટનો ઊંડો ખાડો કર્યો હતો પણ અંદર ઘુસી શક્યા નહોતા. ચોર પોતાના મિશનમાં સફળ થાય તે પહેલા પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની જીપ આવી, જેને જોઈને ચોર ત્યાંથી ભાગી ગયા.
જોકે જીપમાં બેઠેલી પોલીસને આ ઘટનાની જરાં પણ જાણ રાતના સમયે થઈ નહોતી, પણ તેમને આવતા જોઈ ચોર ભાગી ગયા હતા. જ્યારે સવાર થઈ તો લોકોએ બેન્કની દીવાલ નજીક જમીનમાં ઊંડો ખાડો જોયો તો ચોંકી ગયા. તેમણે તાત્કાલિક તેની જાણ સ્થાનિક પોલીસને આપી. ઘટનાસ્થળ પર પહોંચીને પોલીસે આ મામલે તપાસ શરુ કરી. ત્યારે એક CCTV ફુટેજમાં ચોરની કરતૂત દેખાઈ. બાદમાં બેન્ક તરફથી પોલીસને લેખિતમાં ફરિયાદ આપવામાં આવી.