Last Updated on by Sampurna Samachar
બાઈક અચાનક બેકાબુ થઈને લખુઈ લાખા કેનાલમાં પડતા બની ઘટના
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારના સાસારામ નજીક એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો હતો. જ્યાં સૂર્યપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઈક અચાનક બેકાબુ થઈને લખુઈ લાખા કેનાલમાં પડ્યું હતું. જેના કારણે બાઈક પર સવાર ત્રણ યુવાનોના કરૂણ મોત નિપજ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે આ ત્રણેય મૃતક યુવકની બહેનના ઘરે જન્મદિવસની પાર્ટી મનાવીને પરત ફરી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત થયો હતો. સવારે કેટલાક સ્થાનિક યુવકો મોર્નિગ વોકમાં નીકળ્યા ત્યારે આ ઘટનાની માહિતી મળી હતી.
માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને ત્રણેય મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. ત્રણેય યુવકો ગુંસેજ ગામના રહેવાસી છે અને એક જ પરિવારના છે. મૃતકોમાં મુન્દ્રિકા સિંહના ૨૫ વર્ષના પુત્ર પ્રિયાંશુ કુમાર, સંજય સિંહના ૨૫ વર્ષના પુત્ર અંકિત કુમાર અને રામેશ્વર સિંહના ૨૩ વર્ષના પુત્ર શશિરંજન ઉર્ફે મનુ કુમારનો સમાવેશ થાય છે.
ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પ્રિયા કુમારીને ગામલોકોએ જણાવ્યું કે, ત્રણેય યુવકો તેમની બહેનના ગામ નટવરથી જન્મદિવસની ઉજવણી કરીને રાત્રે તેમના ગામ ગુંસેજ જઈ રહ્યા હતા, તે દરમિયાન રાત્રે આ દુર્ઘટના બની હતી.આ દુર્ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં નવા વર્ષની ઉજવણી ટાણે વાતાવરણ ગમગીન બની ગયું છે. ત્રણેય મૃતકો એક જ પરિવારના હતા. શશિરંજન ઉર્ફે મનુ કુમારનો તેની બહેનના ઘરે જન્મદિવસ હતો. તેમના પિતરાઈ ભાઈ પ્રિયાંશુ કુમાર અને ભત્રીજો અંકિત કુમાર તેમની સાથે ગયા હતા. ત્રણેય એક જ બાઇકના હતા. જોકે, બાઈક નહેરમાં કેવી રીતે પડી તે પડી તે અંગે હજુ જાણી શકાયું નથી.