Last Updated on by Sampurna Samachar
વિધાનસભાની ચૂંટણી CM નીતિશ કુમારની મોટી જાહેરાત
આ અનામત તમામ પ્રકારની સરકારી નોકરીમાં લાગુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટી જાહેરાત કરી છે. બિહારની સરકારે મહિલાઓને અનામત આપવાની જાહેરાત કરી છે. માત્ર બિહારની મહિલાઓને તમામ સરકારી સેવાઓમાં ૩૫ ટકા અનામત આપવાની જાહેરાત કરવામાં આવી છે.
નીતિશ કુમારે જાહેરાત કરી કે બિહાર રાજ્યની જ મૂળ નિવાસી મહિલાઓને રાજ્યની તમામ સરકારી સેવાઓ, સંવર્ગો અને તમામ સ્તરોના પદ પર સીધી ભરતીમાં ૩૫ ટકા અનામક અપાશે. આ અનામત તમામ પ્રકારની સરકારી નોકરીમાં લાગુ રહેશે.
બિહાર યુવા આયોગની રચના થશે
આ ઉપરાંત CM નીતિશ કુમારે બિહાર યુવા આયોગની રચનાની પણ જાહેરાત કરી છે. X પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યુ કે મને જણાવીને ખુશી થાય છે કે બિહારના યુવાઓને વધારે રોજગારીના અવસર ઉપલબ્ધ કરાવવા અને તેમને શિક્ષિત,સશક્ત અને સક્ષમ બનાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકારે બિહાર યુવા આયોગની રચના કરવાનો ર્નિણય લીધો છે અને કેબિનેટ તરફથી બિહાર યુવા આયોગની રચનાને મંજૂરી પણ આપી દીધી છે.
તેમણે એમ પણ લખ્યું કે સમાજમાં યુવાઓની સ્થિતિમાં સુધારો અને ઉત્થાન સંબંધિત તમામ મામલા પર સરકારને સલાહ આપવામાં આ આયોગની મહત્વપૂર્ણ ભૂમિકા હશે. યુવાઓને સારુ શિક્ષણ અને રોજગાર સુનિશ્ચિત કરવા માટે સરકારી વિભાગોની સાથે આ આયોગ કોર્ડિનેટ પણ કરશે.