Last Updated on by Sampurna Samachar
બાળકીના માતા પિતાના બ્લડ રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટનું પ્રમાણ મળ્યું
અનાજની દવાનુ કન્ટેન્ટ લોહીમાં હોવાનો ખુલાસો થયો હોવાનું પણ સુત્રો જણાવી રહ્યાં છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના મોત મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. બાળકીના માતા અને પિતાના બ્લડ સેમ્પલમાં મોટો ખુલાસો થયો છે. અત્યાર સુધી આ કેસમાં ફૂડ પોઈઝનિંગ હોવાનું માનવામાં આવતું હતું હવે તેમાં મોટો ખુલાસો સામે આવ્યો છે.

બાળકીના વાલીના બ્લડ સેમ્પલની તપાસમાં ઊંઘનીદવાના અવશેષો મળ્યા છે. આ રિપોર્ટ બાદ પોલીસની તપાસ વધુ સઘન બની રહી છે. બ્લડ રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટનું પ્રમાણ મળ્યું છે. હવે એફએસએલના રિપોર્ટ બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ જણાશે.
ઘટનાએ સમગ્ર શહેરમાં અરેરાટી મચાવી દીધી
અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલા બાળકીના માતા પિતા વિમલ પ્રજાપતિ અને ભાવના પ્રજાપતિના બ્લડ સેમ્પલ લેવાયા હતાં. જેની તપાસમાં આ સેમ્પલમાંથી ઊંઘની દવાનાઅવશેષો મળ્યા છે. બ્લડ રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટનું પ્રમાણ મળ્યું છે.
પોલીસને અનાજમાં નાંખવાની દવાપણ ઘરેથી મળી છે. અનાજની દવાનુ કન્ટેન્ટ લોહીમાં હોવાનો ખુલાસો થયો હોવાનું પણ સુત્રો જણાવી રહ્યાં છે. હવે હ્લજીન્ના રિપોર્ટ બાદ જ બાળકીઓના મૃત્યુનું ચોક્કસ કારણ જણાશે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઢોંસાનું ખીરુ ખાધા બાદ બે બાળકીઓના શંકાસ્પદ મોતની ઘટનાએ સમગ્ર શહેરમાં અરેરાટી મચાવી દીધી છે.
આ મામલે હવે ચાંદખેડા પોલીસે ગંભીરતા દાખવીને ફૂડ પોઈઝનિંગના કારણો શોધવા માટે મોટા પાયે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.બાળકીના મોત બાદ પરિવારે તેની અંતિમ વિધિ કરી દીધી હતી. મોત પાછળઝેરી ખોરાક જવાબદાર હોવાની શંકા દ્રઢ થતા પોલીસે આજે સવારે સ્મશાનમાંથી બાળકીના મૃતદેહને બહારકાઢ્યો હતો. આ મૃતદેહને પેનલ ડોક્ટરોની હાજરીમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યોહતો.