સુજલામ સુફલામ સહિત ૩ યોજના માટે મોટી ફાળવણી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

નર્મદાના પાણીને ઉ. ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વાળવા કરાઇ યોજના

જુઓ કયા વિભાગોને કેટલા નાણાં ફાળવવામાં આવ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)

ગુજરાતના નાણામંત્રીએ સતત પાંચમીવાર ગુજરાત વિધાનસભામાં બજેટ રજુ કર્યું. આ વખતનું બજેટ ૪,૦૮,૦૫૩ કરોડનું વિક્રમી બજેટ રજુ થયું. જેમાં GYAN પર સૌથી વધુ ફોકસ રહ્યું. એટલેકે  ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને વધુ સશક્ત કરવા પર ભાર મૂકાયો. બજેટમાં વિવિધ ક્ષેત્રના વિકાસનો સમાવેશ કરવામાં આવ્યો.

નાણામંત્રીએ બજેટ રજુ કરતા શરૂઆતમાં કહ્યું કે GST  માં કરેલ ઐતિહાસિક સુધારાથી સામાન્ય નાગરિકની જીવન જરૂરિયાત વસ્તુઓની ખરીદશકિતમાં વધારો થયેલ છે. વધુમાં, શ્રમ અધિનિયમમાં કરેલ સુધારાઓથી કામદારોની સામાજિક સુરક્ષા, રોજગારીની તક સાથે તેમના સન્માનમાં વધારો થયો છે. ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ની યજમાની મળી છે તેનો સંપૂર્ણ યશ ખેલમહાકુંભની શરૂઆત કરાવનાર વડાપ્રધાન મોદીને જાય છે.

નાણામંત્રીએ વિવિધ વિભાગો માટે કેટલું ફંડ ફાળવ્યું તે અંગે માહિતી

– નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે કુલ ૨૫૯૬૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ત્યારે કઈ યોજના અને કાર્ય માટે કેટલા રૂપિયાની ફાળવણી કરાઈ તે પણ જાણો.

– નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે કુલ ૨૫૯૬૦ કરોડની જોગવાઇ

– જળસંપત્તિ પ્રભાગ માટે ૧૩૯૪૪ કરોડની જોગવાઇ

– દરિયામાં વહી જતાં નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના માટે ૧૨૩૭ કરોડ, સૌની યોજના માટે ૪૭૩ કરોડ તથા કચ્છની યોજના માટે ૧૩૩૩ કરોડ એમ કુલ ૩૦૪૩ કરોડની જોગવાઇ.

– હયાત સિંચાઇ માળખાના વિસ્તરણ, સુધારણા અને આધુનિકીકરણ માટે ૧૪૨૦ કરોડની જોગવાઇ.

– ચોમાસામાં દરિયામાં વહી જતાં પાણીને રોકવા માટે મોટા ચેકડેમ-વિયર બાંધવા ૮૯૬ કરોડની જોગવાઇ.

– ડેમ સેફ્ટી માટે ૬૯૩ કરોડની જોગવાઇ.

– સાબરમતી નદી પર કુલ ૧૪ વિયર-બેરેજ બનાવવાના કરેલ આયોજનમાં પાંચ વિયર-બેરેજનાં કામો પૂર્ણ થયેલ છે, બાકી રહેતા કામો પૂર્ણ કરવા ૬૨૪ કરોડની જોગવાઇ.

– આદિજાતિ વિસ્તારમાં ઉદ્વહન સિંચાઇ યોજના માટે ૪૮૫ કરોડની જોગવાઇ.

– ડાંગ જિલ્લામાં અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદી પર ૪૩ મોટા ચેકડેમો/વીયર બાંધકામથી ૨૧૦૫ હેક્ટર વિસ્તારને લાભ મળશે. જેના માટે ૧૫૦ કરોડની જોગવાઇ.

– વલસાડ જિલ્લાના મધુબન ડેમ આધારિત ધરમપુર–કપરાડા ઉદ્વહન સિંચાઈ યોજના દ્વારા ૩૫ ગામોના ૧૬૨૩૫ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થશે. જેના માટે ૮૫ કરોડની જોગવાઇ.

– છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં નર્મદા આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાથી ૧૮ તાલુકાના ૫૧૪૮૦ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરવાનું આયોજન છે.

– સમુદ્રની ભરતીનું ખારું પાણી નર્મદા નદીમાં પ્રવેશતું અટકાવવા ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામે બેરેજની યોજના પ્રગતિ હેઠળ છે. જે માટે ૧૭૦૦ કરોડની જોગવાઇ. સરદાર સરોવર યોજના માટે કુલ ૩૩૧૭ કરોડની જોગવાઇ

– અમદાવાદ જિલ્લાનાં નળકાંઠાના વિસ્તારમાં(ફેઝ-૨) સિંચાઈ સુવિધા વધારવા માટે ૬૦૦ કરોડની જોગવાઇ.

– સુરેન્દ્રનગર જિલ્લાનાં લખતર તાલુકાના ભાસ્કરપુરા ગામ તળાવથી ધોલેરા SIR વિસ્તારને પાઇપલાઇન દ્વારા ૧૦૦ પાણી પૂરું પાડવા માટે ૩૦૦ કરોડની જોગવાઇ.

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે કુલ ૨૫ હજારથી વધુની ફાળવણી કરી છે

– કચ્છ જિલ્લામાં દુધઇ સબ-બ્રાન્ચ કેનાલના કામો માટે ૨૩૦ કરોડની જાેગવાઇ.

– પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ૧૧ ગામોના કમાન્ડ વિસ્તાર બહારના વિસ્તાર માટે સિંચાઇ ઉદ્વહન પાઈપ પ્રોજેક્ટ માટે ૮૦ કરોડની જોગવાઇ. પાણી પુરવઠા પ્રભાગ માટે ૬૯૮૪ કરોડની જોગવાઇ

– લોકોના આરોગ્ય અને જીવન ધોરણમાં સુધારા માટે પૂરતા પ્રમાણમાં ગુણવત્તાયુકત પીવાનું પાણી નિયમિત રીતે મળી રહે તે માટે રાજ્ય સરકાર ભગીરથ પ્રયત્નો કરે છે.

– ધોલેરા Special Investment Region ને પાણીનો પ્રવાહ અવિતરપણે મળી રહે તે માટે નવીન ૧૦૦ એમ.એલ.ડી બલ્ક પાઇપલાઇન નેટવર્ક માટે ૬૫૦ કરોડના કામોનું આયોજન.

– આદિજાતિ વિસ્તારના કુલ ૧૪ જિલ્લાઓના ૬૫૧ ગામોને આવરી લેતી ૨૬ જૂથ યોજનાઓ માટે ૨૮૦ કરોડની જોગવાઇ.

– રાજ્યના આદિજાતિ અને અન્ય વિસ્તારો માટે મહત્વની યોજનાઓની કામગીરી જેમાં મુખ્યત્વે,

– આદિવાસી વિસ્તારના ડાંગ જિલ્લાના કુલ ૨૭૬ ગામો તથા ૩ શહેરોનો સમાવેશ કરતી ડાંગ જિલ્લાની જૂથ પાણી પુરવઠા યોજના માટે ૮૬૬ કરોડના કામો પ્રગતિ હેઠળ.

– વાવ-થરાદ જિલ્લામાં નર્મદા મુખ્ય નહેર આધારીત ૨૪૦ ગામો માટેની સુધારણા યોજના માટે ૩૪૬ કરોડના કામો માટે જોગવાઇ.

– બનાસકાંઠા જિલ્લામાં ધરોઇ જળાશય આધારીત અંબાજી જૂથ પાણી પુરવઠા યોજના માટે ૧૫૩ કરોડના કામો પ્રગતિ હેઠળ.

– સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભવિષ્યની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા ઢાંકીથી નાવડા બલ્ક પાઇપલાઇનના કામો પ્રગતિમાં છે. જેમાં,

– અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જિલ્લાઓ માટેની ઢાંકી થી નાવડા સુધીની બલ્ક પાઇપલાઇન માટે ૧૦૪૪ કરોડના કામો પ્રગતિ હેઠળ.

– સામાન્ય વિસ્તાર તેમજ આદિજાતિ વિસ્તારના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાના ગામોમાં પાણી વેરાની મહત્તમ વસુલાત કરવામાં આવે તે માટે પ્રોત્સાહક રકમ આપવા ૬૩ કરોડની જોગવાઇ.

– પીવાના પાણીની ગુણવત્તા અને નિયમનને વધુ સુદ્રઢ કરવા માટે તાલુકા કક્ષાએ ૧૫ નવીન લેબોરેટરીની સ્થાપના માટે ૧૫ કરોડની જોગવાઇ.

જાણો ક્યાં વિભાગને કેટલા કરોડ ફાળવાયા

ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ દરમિયાન  અનેક મોટી જાહેરાતો કરી છે. ગુજરાત બજેટ ૨૦૨૬-૨૭  માં દરેક વિભાગનો માટે અનેક જોગવાઈ કરવામાં આવી છે.

¨              સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે માટે કુલ ૭૦૮૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

¨              આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ૫૪૨૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

¨              શ્રમ અને કોશયલ વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ ૨૯૦૨ કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.

¨              પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કુલ ૬૩૧૮૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

¨              આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ૨૫૪૦૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

¨              મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ૭૬૯૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

¨              અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો માટે કુલ ૨૮૫૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

¨              રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ના વિભાગ માટે ૨૦૦૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

¨              માર્ગ અને મકાન વિભાગને ૨૯૭૦૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

¨              શહેરી વિકાસ વિભાગ માટે કુલ ૩૩૫૦૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

¨              પચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ ૧૪૮૫૮ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

¨              જળ સંપત્તિ વિભાગ માટે કુલ ૧૩૯૪૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

¨              સરદાર સરોવર યોજના માટે કુલ ૩૩૧૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

¨              પાણી પુરવઠા વિભાગ માટે કુલ ૬૯૮૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

¨              બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ ૪૩૧૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

¨              વિજ્ઞાન અને પ્રોધોગિક વિભાગ ને ૨૬૩૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

¨              ઉધોગ અને ખાણ વિભાગને ૧૩૯૪૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

¨              કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારને ૨૪૦૨૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

¨              સામાન્ય વહીવટી વિભાગ ૨૯૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

¨              મહેસુલ વિભાગને ૫૫૫૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

¨              ગૃહ વિભાગ માટે ૧૪૨૬૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

¨              કાયદા વિભાગ માટે કુલ ૨૭૦૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

¨              માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ ૪૫૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

¨              ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગને ૪૮૪૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

¨              વન અને પર્યાવરણ વિભાગ માટે ૩૫૬૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

¨              કલાયમેન્ટ ચેન્જ કુલ ૪૨૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

 

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.