Last Updated on by Sampurna Samachar
IPL ૨૦૨૬ : વિરાટ કોહલીએ તોડ્યો રોહિત શર્માનો રેકોર્ડ
રોહિતે KKR સામે ૧૧૬૧ રન બનાવ્યા છે, જ્યારે વિરાટ કોહલીએ CSK સામે ૧૧૮૮ રન બનાવ્યા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૬માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને પોતાની જીતનોસિલસિલો યથાવત રાખ્યો. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં RCBએ CSK સામે ૪૩રનથી જીત હાંસલ કરી.

IPL ૨૦૨૬માં આ ઇઝ્રમ્ની સતત બીજી જીત છે, જ્યારે RCB એ પોતાની ત્રણેય મેચોમાં હારનો સામનો કરવોપડ્યો છે. CSK પહેલા બેટિંગ કરતા ૨૫૦ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ચેન્નાઈની ટીમ ૧૯.૪ઓવરમાં ૨૦૭ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે આ મેચમાં ઘણા મોટા રેકોર્ડબન્યા અને અહીં અમે તમને તેમના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
ટીમોએ CSK સામે ૨૩૧–૨૩૧ રન બનાવ્યા
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ આ મેચમાં ૩ વિકેટના નુકસાન પર ૨૫૦ રન બનાવ્યા હતા. CSK સામે આ RCBએ ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર છે. આ પહેલા આવું કારનામું ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સે કર્યુંહતું. બંને ટીમોએ CSK સામે ૨૩૧–૨૩૧ રન બનાવ્યા હતા.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના બેટ્સમેનોએ આ મેચમાં કુલ ૧૯ છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ IPLન્ના ઈતિહાસમાં CSK સામે સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ બની ગયો. આ પહેલા રાજસ્થાન રોયલ્સ અનેકોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ૧૭–૧૭ છગ્ગા ફટકાર્યા હતા.
CSK સામે RCBની મેચમાં ભુવનેશ્વર કુમારે IPLમાં ૨૦૦ વિકેટો પૂર્ણ કરી. ભુવનેશ્વર આ સિદ્ધિ હાંસલકરનાર પ્રથમ ફાસ્ટ બોલર છે. તેણે ૧૯૨ મેચોમાં આ સિદ્ધિ હાંસલ કરી. હવે IPLન્માં તેનાથી વધુ વિકેટ ફક્ત યુઝવેન્દ્ર ચહલના નામે છે, જેણે અત્યાર સુધીમાં ૨૨૪ વિકેટો ઝડપી છે.