અકસ્માતમાં ૩ થી વધુ લોકોને ઈજા પહોચી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર વધુ એક વખત અકસ્માત બુધેલ ગામ નજીક કાર અને રિક્ષા વચ્ચે ટક્કર થતાં સર્જાયો હતો . ગમખ્વાર અકસ્માતમાં ત્રણથી વધુ લોકોને ઈજાઓ પંહોચી તો રિક્ષામાં સવાર લોકોને ગંભીર ઇજા પંહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગંભીર અકસ્માતને પગલે ઘટનાસ્થળ પર લોકો ભેગા થઈ ગયા હતા. અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પંહોચ્યો.
રાજ્યમાં સૌથી વધુ અકસ્માત નેશનલ હાઈવે પર થતા હોય છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર એક મહિનાની અંદર જ ફરી ત્રીજો ગંભીર અકસ્માત જોવા મળ્યો છે. પંદર દિવસ અગાઉ ૧૭ ડિસેમ્બરના રોજ રેતી ભરેલા ડમ્પર અને લકઝરી બસનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર ૬ લોકોના ઘટનાસ્થળ પર મોત નિપજ્યા હતા જ્યારે ૧૫થી વધુ લોકો ઘાયલ થયા હતા. તેમજ ૧૯ ડિસેમ્બરના રોજ રાજુલા નજીક ટ્રક અને બાઈકની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બાઈક પર સવાલ ૨ લોકોના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા. જો કે પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. એક જ મહિનાની અંદર ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર વધુ એક અકસ્માત બનવા પામ્યો હતો. મોડી રાત્રે ઇરીટીગા કાર અને રીક્ષઆ વચ્ચે ટકકર થતા અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં એક મહિલાને ઇજા પંહોચતા સારવાર માટે દવાખાને લઈ જવામાં આવી હતી. નેશનલ હાઈવે પર થયેલ અકસ્માતની પોલીસે નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી.