સ્થાનિક રહીશો અને અસલી કિન્નરોએ ભેગા મળી નકલીને મેથીપાક ચખાડ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભરૂચમાં નકલી કિન્નરોનો ત્રાસ વધી રહ્યો છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. આ દરમિયાન એક કિન્નરનો વેશ ધારણ કરીને લોકોને ઠગતો એક શખસ ઝડપાયો છે. જેને સોસાયટીના રહીશોએ અને અસલી કિન્નરોએ બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં એક શખસ કિન્નરનો વેશ ધારણ છેતરપિંડી કરતો હતો. છેલ્લા ઘણાં દિવસથી મેસેજ વહેતા થયા હતા કે, એક વ્યક્તિ નકલી કિન્નર બનીને લોકોને લૂંટે છે. આ દરમિયાન એક નકલી કિન્નર સોસાયટીમાં ઘૂસી જતા સ્થાનિક લોકો અને અસલી કિન્નરોને મેથીપાક ચખાડ્યો હતો. આ ઘટના જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત થયેલ નકલી કિન્નરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારની સોસાયટીઓમાં નકલી કિન્નરે વશીકરણ સાથે રૂપિયા પડાવતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ મામલે સ્થાનિક લોકો અને અસલી કિન્નરોએ પણ હોબાળો મચાવ્યો હતો. જે અસલી કિન્નરની ઓળખાણ આપી અનેક સોસાયટીમાંથી ૧૦,૦૦૦થી ૩૦,૦૦૦ સુધીની રકમ પડાવી હોવાના મામલા આવ્યા સામે આવતા અસલી કિન્નરો પોલીસ મથકે પહોંચ્યા હતા.