Last Updated on by Sampurna Samachar
અકસ્માત એટલો ભયંકર હતો કે લક્ઝરી બસ પલટી ગઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠા જિલ્લાના સુઇગામના સોનેથ ગામ પાસે ભારતમાલા હાઇવે પર મોડી રાત્રે લકઝરી બસ અને ટેન્કર વચ્ચે કરૂણ અકસ્માત સર્જાયો હતો.
ભારતમાલા હાઇવે પર મોડી રાત્રે લકઝરી બસ અને ટેન્કર વચ્ચે સર્જાયેલ કરૂણ અકસ્માતમાં ૩ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા . આ અકસ્માતમાં બસમાં સવાર ૧૫-૨૦ લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ મારફતે ભાભર, થરાદ સહિતની સરકારી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જ્યારે મૃતકોને પીએમ અર્થે સુઇગામ સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગે માહિતી મળી રહી છે કે રોંગ સાઇડથી આવતા ટેન્કર ચાલકે લકઝરી બસને ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હતો. જામનગરથી રાજસ્થાન જતી લક્ઝરી કાર ભારતમાલા હાઈવે પર આવેલા સોનેઠ ગામ પાસે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે લક્ઝરી બસ પલટી ગઈ હતી. અકસ્માત અંગે સુઇગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ રોંગ સાઇડથી આવી રહેલા ટેન્કરે બસને ટક્કર મારી હતી. આ બસ જામનગરથી રાજસ્થાન જઈ રહી હતી.