ચૂંટણી પહેલા જ ભાજપને બહુ મોટો ઝટકો આપતાં કાજરીવાલે કર્યા પ્રહારો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સનાતનના નામે મોટો રાજકીય દાવ રમી ગયા છે તેમ ચર્ચા ચાલી રહી છે. જ્યાં આપ પાર્ટી દ્વારા ભાજપની મંદિર સમિતિ સાથે સંકળાયેલા સેંકડો લોકોને બરાબર ચૂંટણી પહેલાં જ તેમના પક્ષમાં સામેલ કરી દીધા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ૫ ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. પરિણામ ૮ ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. હવે ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે.
ભાજપ મંદિર સેલના ઘણા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેઓએ આમ આદમી પાર્ટી તેની નવી પાંખ ‘સનાતન સેવા સમિતિ’ ની જાહેરાત કરવા જઈ રહી છે. આ દરમિયાન પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સિવાય ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર હતા. મંદિર સેલના ઘણા સભ્યોના આપમાં જોડાવાને કારણે ભાજપમાં મોટો ભંગ માનવામાં આવી રહ્યો છે.
તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ પૂજારી-ગ્રંથી સન્માન યોજનાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત આપની સરકાર બન્યા બાદ પૂજારીઓને દર મહિને ૧૮ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ર્નિણયને દિલ્હીના પૂજારીઓએ આવકાર્યો હતો. આ યોજના માટે કેજરીવાલનો આભાર માન્યો હતો.
તેથી જિતેન્દ્ર શર્મા, વિજય શર્મા, મનીષ ગુપ્તા, બ્રજેશ શર્મા, દુષ્યંત શર્મા અને બીજેપી મંદિર સેલના ઉદયકાંત ઝા આપમાં જોડાયા છે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું હતું. કેજરીવાલે કહ્યું કે “મંદિર સેલ બીજેપી દ્વારા બનાવવામાં આવ્યું છે. પરંતુ વચનો આપવા સિવાય કશું કર્યું નથી”. દિલ્હીમાં આમ આદમીની સરકાર બન્યા પછી શિક્ષણ અને આરોગ્યની ક્રાંતિ શરૂ થઈ. આજે તેમને એવા લોકોની સેવા કરવાની તક મળી છે જેઓ સનાતન ધર્મ માટે કામ કરી રહ્યા છે. અમે આ માટે ભગવાનનો આભાર માનીએ છીએ. અમે જે કહ્યું તે અમે ચોક્કસપણે પૂર્ણ કર્યું. કેજરીવાલે કહ્યું કે, ‘રઘુકુળ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાયે પર વચન ન જાયે’ આ જ રીતે આપણા વચન નિભાવીશું.