ચેરિટી કમિશનરે તાજેતરમાં આપ્યો ચૂકાદો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાજપમાં નેતા હોય તો તેઓ કોઇ પણ નિયમથી પર થઇ જાય છે અને તેનો વઘુ એક કિસ્સો આવ્યો છે. પૂર્વ મંત્રી ગિરીશ પરમાર નશાબંધી મંડળ-ગુજરાતના સભ્ય-ટ્રસ્ટી નહીં હોવા છતાં તેઓ નશાબંધી મંડળ-ગુજરાતના જાતે જ પ્રમુખ બન્યાની ફરિયાદ સામે આવી છે.
ગુજરાતના નશાના બંધાણી લોકોને નશાના વ્યસનથી મુક્ત કરાવવાનું કાર્ય કરતી સંસ્થા નશાબંધી મંડળ-ગુજરાતના કેટલાક ટ્રસ્ટીઓ દ્વારા આચરાયેલી ગેરરીતિ-કૌભાંડના સંદર્ભમાં ચેરિટી કમિશનરે તાજેતરમાં વર્તમાન પ્રમુખ વિવેક દેસાઇની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો.
વિવેક દેસાઇએ જણાવ્યું કે, ‘ભાજપ અને સરકારની આબરૂનું ધોવાણ થાય તે રીતે ગિરીશ પરમારે તાજેતરમાં નશાબંધી મંડળ આવી ઓફિસનો ગેરકાયદે કબ્જો લેવા પ્રયાસ કર્યો હતો. તેઓને એમ હતું કે આ મામલે પોલીસ તેમને મદદ કરશે. પરંતુ પોલીસે ગેરકાયદે મદદ કરવાનો ઈન્કાર કરતાં તેઓ વિલા મોંઢે પરત ફર્યા હતા. ’