Last Updated on by Sampurna Samachar
ભાજપે ૪૦ ટકા મહિલાઓને ટિકિટ આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાજપે ફેબ્રુઆરી ૨૦૨૫ માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને અને મધ્યસત્ર પેટાચૂંટણી બાબતે વલસાડ જિલ્લાની વલસાડ, પારડી અને ધરમપુરના કુલ ૨૪ વોર્ડની ૯૬ બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
આમ ભાજપે ૪૦ ટકા મહિલાઓને ટિકિટ આપી છે. આમ ભાજપે પાયાના સ્તરથી જ મહિલાઓને વધારે ટિકિટ આપવાનું શરૂ કરી દીધું છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે આ ઉમેદવારો માટે સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરીને આ ઉમેદવારો નક્કી કર્યા છે.
વલસાડ નગરપાલિકાના ૧૧ વોર્ડની ૪૪ બેઠક માટે ઉમેદવારો જાહેર કર્યા છે. તેમા ૫૦ ટકા ટિકિટ મહિલા ઉમેદવારોને આપી છે. આ જ રીતે પારડી નગરપાલિકાના સાત વોર્ડની ૨૮ બેઠક માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. તેમા ૧૪ બેઠક પર મહિલા ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે આ બતાવે છે કે ૫૦ ટકા સીટો પર ભાજપે મહિલા ઉમેદવારો પર ભરોસો જતાવ્યો છે. આ રીતે જ ધરમપુરની છ વોર્ડની ૨૪ બેઠકો પર ૧૨ મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. અહીં પણ ૫૦ ટકા મહિલા ઉમેદવારોને ટિકિટ અપાઈ છે.
જ્યારે તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ઉમરગામની બે અને કપરાડાની એક બેઠક પર ભાજપે ત્રણ નામ જાહેર કર્યા છે. તેમા કપિલ મુકેશભાઈ ઘોડી, સંજયભાઈ રણજીતભાઈ દુબળા અને અંબાદાસભાઈ ગોપાલભાઈ ગાયકવાડને મેદાનમાં ઉતાર્યા છે.
બોટાદ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી યોજાઈ રહી છે. તેમા ભાજપે ૧૧ વોર્ડ માટે ૪૪ ઉમેદવારો જાહેર કર્યા છે અને તેમા પણ મહિલાઓને ૫૦ ટકા પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. એટલે કે ૨૨ ઉમેદવાર મહિલા છે. આ જ રીતે ગઢડા નગરપાલિકાના ચાર વોર્ડની ૧૬ બેઠકોની ચૂંટણી યોજાઈ રહી છે.
તેમા આઠ બેઠકો પર મહિલા ઉમેદવારોને ઊભી રાખવામાં આવી છે. આમ ભાજપ આગામી ચૂંટણીમાં મહિલાઓ પર વધુને વધુ દારોમદાર રાખવા જઈ રહ્યુ છે. મહિલાઓના પ્રતિનિધિત્વને લઈને કોંગ્રેસ ૩૩ ટકા પર અટકી ગઈ છે તો ભાજપ સ્થાનિક ચૂટણીમાં મહિલા પ્રતિનિધિત્વને લઈને ૫૦ ટકાએ પહોંચી ગયું છે