રાજ્ય સરકાર દ્વારા ધો.- ૧૦-૧૨ના વિધાર્થીઓ માટે મહત્ત્વપૂર્ણ ર્નિણય
૨.૧૧ લાખથી વધુ વિદ્યાર્થીઓને BEST OF TWO EXAM નો લાભ મળી મળશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અંતર્ગત BEST OF TWO EXAM રાજ્યના ધોરણ ૧૦-૧૨ના વિદ્યાર્થીઓ બોર્ડની પૂરક પરીક્ષા આપીને પોતાનું પરિણામ સુધારી શકશે. જેમાં મુખ્ય અને પૂરક પરીક્ષામાંથી જેનું પરિણામ શ્રેષ્ઠ હશે તે પરિણામને ગ્રાહ્ય રાખવામાં આવશે. આ સાથે જે વિદ્યાર્થી મુખ્ય પરીક્ષા આપ્યા બાદ વધુ સારુ પરિણામ મેળવવા માટે પૂરક પરીક્ષા આપવા ઈચ્છતો હોય તો તે આપી શકશે અને જેમાંથી વધુ સારા પરિણામની વિદ્યાર્થીને માર્કશીટ પણ આપવામાં આવશે. જ્યારે મુખ્ય પરીક્ષા આપી ન હોય તેવા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા આપવા મળશે નહી.
રાજ્યના વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ ર્નિણય કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ ૧૦ અને ૧૨માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને તેમની મુખ્ય પરીક્ષા અને પૂરક પરીક્ષાના પરિણામમાંથી વધુ સારા પરિણામને ધ્યાને લેવાશે. વર્ષ ૨૦૨૪માં રાજ્યમાં અંદાજિત કુલ ૧.૨૮ લાખથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ ૧૦માં નાપાસ થયા, જ્યારે ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહમાં ૫૬ હજારથી વધુ અને વિજ્ઞાન પ્રવાહમાં ૨૬ હજારથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. આમ કુલ ૨.૧૧ લાખથી વધુ વિદ્યાર્થીઓને BEST OF TWO EXAM નો લાભ મળી મળશે.