ત્રીજી સૌથી ઝડપી અડધી સદી બનાવનાર બેટ્સમેન બન્યો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ઈશાન કિશને તોફાની ફિફ્ટી ફટાકરી રેકોર્ડ બનાવ્યો

ઈશાન કિશને તોફાની બેટિંગથી મેદાન પર ચોગ્ગા છગ્ગાનો વરસાદ કર્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાન સામે T 20 વર્લ્ડ કપમાં ઈશાન કિશને તોફાની બેટિંગથી મેદાન પર ચોગ્ગા છગ્ગાનો વરસાદ કરી દીધો છે. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ઈશાને પહેલા જ બોલથી આક્રમક બેટિંગ શરૂ કરી દીધી હતી. તેણે માત્ર ૨૭ બોલમાં ફિફ્ટી પૂરી કરી ભારતને તોફાની શરૂઆત અપાવી, જો કે, સારી લયમાં જાેવા મળી રહેલો ઈશાન પોતાની સદી ચૂકી ગયો હતો. ઈશાન કિશન ૭૭ રન બનાવીને સૈમ અયૂબનના બોલ પર બોલ્ડ થઈ ગયો. ૪૦ બોલનો સામનો કરતા ઈશાન કિશને ૧૦ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. આ વિસ્ફોટક ઈનિંગ દરમિયાન તેણે રેકોર્ડની વણઝારી સર્જી છે.


ઈશાન કિશને ૧૯૦થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરી. ઇનિંગના પહેલા ઓવરમાં જ ટીમ ઈન્ડિયાએ અભિષેક શર્માની મોટી વિકેટ ગુમાવી હતી, પણ તેની ઈશાન કિશન પર કોઈ અસર થઈ નહીં. આ ધમાકેદાર ઓપનરે બીજી ઓવરમાં જ શાહીન અફરીદીની પહેલા બોલ પર છક્કો ફટકાર્યો. ત્યારબાદ ઈશાન કિશને પાછળ ફરીને જાેયું નહીં અને સાતમી ઓવરમાં જ ફિફ્ટી પૂરી કરી. ઈશાન કિશન ભારત-પાકિસ્તાન T20 ઇન્ટરનેશનલ મેચોમાં ત્રીજી સૌથી ઝડપી અડધી સદી બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે યુવરાજ સિંહને પાછળ છોડી દીધો, જેણે ૨૯ બોલમાં અડધ સદી ફટકારી હતી. પ્રથમ અને બીજા નંબર પર ક્રમશ: મોહમ્મદ હફીઝ (૨૩ બોલમાં ફિફ્ટી) અને અભિષેક શર્મા (૨૪ બોલમાં ફિફ્ટી) છે.

ઈશાન કિશને પાવરપ્લેમાં ૪૨ રન બનાવ્યાઈ

ઈશાન કિશને પાવરપ્લેમાં ૪૨ રન બનાવ્યા, જેના કારણે તેણે શુભમન ગિલનો મહારેકોર્ડ તોડી નાખ્યો છે. હકીકતમાં, ઈશાન કિશન ભારત-પાકિસ્તાન વચ્ચેના T20 ઇન્ટરનેશનલ મેચોમાં પાવરપ્લેમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ ગિલના નામે હતો, જેણે એશિયા કપ ૨૦૨૫માં પાકિસ્તાન સામે ૩૫ રન બનાવ્યા હતા.

ઈશાન કિશન હવે પાકિસ્તાન સામે T20 ઇન્ટરનેશનલમાં બીજી સૌથી ઝડપી ફિફ્ટી બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે. આ મામલે અભિષેક શર્મા પહેલા નંબર પર છે. ઈશાન કિશને ૭૭ રનની શાનદાર ઇનિંગ્સ રમીને ટીમના હેડ કોચ અને પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે ઈશાન ભારત-પાકિસ્તાન વચ્ચેના T20 ઇન્ટરનેશનલ મેચોમાં ચોથી સૌથી મોટી ઇનિંગ્સ રમનાર બેટ્સમેન બની ગયો છે.

અગાઉ, ગૌતમ ગંભીરે ૨૦૦૭માં ૭૫ રન બનાવ્યા હતા. આ યાદીમાં સૌથી ઉપર વિરાટ કોહલી છે, જેણે ૨૦૨૨માં નોટઆઉટ ૮૨ રન બનાવ્યા હતા. બીજા નંબર પર પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન છે, જેમણે ૨૦૨૧માં ભારત સામે ૭૯ રન બનાવ્યા હતા. ત્રીજા સ્થાન પર ફરી વિરાટ કોહલી છે, જેણે ૨૦૧૨માં નોટઆઉટ ૭૮ રન બનાવ્યા હતા. ઈશાન કિશને ઓપનર તરીકે પણ પાકિસ્તાન સામે સૌથી મોટી ઇનિંગ્સ રમવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ મામલે પણ ઈશાને ગૌતમ ગંભીરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગંભીરે પણ ઓપનિંગ કરતા ૭૫ રન બનાવ્યા હતા.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.