Last Updated on by Sampurna Samachar
વૈશ્વિક સ્તરે વધુ સ્ટ્રાઇક સાથે સૂર્યકુમાર યાદવ પાંચમા ક્રમે
૫૨૫૬ બોલમાં સૌથી વધુ રન બનાવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
IPL ૨૦૨૫ની સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પ્રથમ વખત આઠ વિકેટે મેચ જીતી હતી. મુંબઈ ઈન્ડિયન્સની આ જીતમાં સૂર્યકુમાર (SURYKUMAR) યાદવનો ફાળો બહુમૂલ્ય રહ્યો છે. આ મેચ સાથે સૂર્યકુમાર યાદવ T20 કરિયરમાં ૮૦૦૦ રન બનાવનારો પાંચમો ટોચનો ભારતીય ખેલાડી બન્યો છે. સૂર્યકુમાર યાદવે મેચમાં માત્ર નવ બોલમાં ૨૭ રન ફટકાર્યા હતાં. જેમાં ૩૦૦ ના સ્ટ્રાઈક રેટ સાથે ત્રણ વખત ચોગ્ગા ફટકારી નવો રેકોર્ડ સર્જ્યો હતો.
સૂર્યકુમાર યાદવે ૮૦૦૦ રન ફટકારી T૨૦ કરિયરમાં સૌથી વધુ રન ફટકારનારો પાંચમો ખેલાડી બન્યો છે. વિરાટ કોહલી, રોહિત શર્મા, સુરેશ રૈના, અને શિખર ધવન બાદ તે પાંચમો ખેલાડી છે. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ત્રણ ટાઈમ IPL ચેમ્પિયને ૨૫૯૮ રન ફટકાર્યા છે. IPL માં ૩૬૯૮ રન માર્યા છે.
૪૭૪૯ બોલમાં સૌથી વધુ રન બનાવ્યા
વિશ્વમાં સૂર્યકુમાર યાદવ એન્ડ્રે રસેલ બાદ સૌથી વધુ બોલમાં રન બનાવનારો ખેલાડી છે. વેસ્ટ ઈન્ડિઝના એન્ડ્રે રસેલ આ કેટેગરીમાં પ્રથમ સ્થાને છે. તેણે ૪૭૪૯ બોલમાં સૌથી વધુ રન બનાવ્યા છે. જ્યારે સૂર્યકુમાર યાદવે ૫૨૫૬ બોલમાં સૌથી વધુ રન બનાવ્યા છે.
સૂર્યકુમાર યાદવે સૌથી વધુ સ્ટ્રાઈક રેટ પર રન બનાવ્યા છે. જે ૧૫૨.૮ના સ્ટ્રાઈક રેટ પર ૮૦૦૭ રન બનાવનારો ટોચનો ભારતીય ખેલાડી છે. સુરેશ રૈના ૧૩૭.૪૫ સ્ટ્રાઈક રેટ પર ૮૬૪૫ રન ફટકારવાની સાથે બીજો ટોચનો ખેલાડી છે. ત્રીજા ક્રમે રોહિત શર્મા (૧૩૪.૭૦ સ્ટ્રાઈક રેટમાં ૧૧૮૫૧ રન) છે. વૈશ્વિક સ્તરે સૌથી વધુ સ્ટ્રાઈક રેટ સાથે રમનારા ખેલાડીમાં સૂર્યકુમાર યાદવ પાંચમા ક્રમે છે.