Last Updated on by Sampurna Samachar
૯ સપ્ટેમ્બરથી શરૂ એશિયા કપ ૨૦૨૫
BCCI દ્વારા સિરિયસ ઈન્જરી રૂલ ને મંજૂરી આપવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
એશિયા કપ ૨૦૨૫ ૯ સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. તે પહેલાં BCCI એ એક અદ્ભુત માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. BCCI ટૂંક સમયમાં એક નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે, જે તે ખેલાડીઓ માટે વરદાન સાબિત થઈ શકે છે જેમને મેદાનમાં ઉતરીને પોતાને સાબિત કરવાની તક મળતી નથી.
મળતા રિપોર્ટ મુજબ, BCCI આગામી સ્થાનિક સિઝન માટે પરિસ્થિતિઓ અનુસાર એક નવો નિયમ જાહેર કરી શકે છે. જે રેડ બોલ ક્રિકેટમાં મેચ દરમિયાન ઈજાગ્રસ્ત ખેલાડીના રિપ્લેસમેન્ટને લઈને હશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે BCCI દ્વારા સિરિયસ ઈન્જરી રૂલ ને મંજૂરી આપવામાં આવી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝ ૨-૨ થી સમાપ્ત થયા પછી BCCI એ આ નિયમ પર વિચાર કર્યો છે.
આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ રિપ્લેસમેન્ટનો ફાયદો થશે
ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાં ગંભીર ઈજાને કારણે રિષભ પંત બહાર થયો હતો. જેના કારણે ભારતને મોટું નુકસાન સહન કરવું પડ્યું. તો ક્રિસ વોક્સ પણ ઇંગ્લેન્ડ તરફથી ગંભીર ઈજાને કારણે બહાર થયો હતો. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ભવિષ્યમાં ગંભીર ઈજાના નિયમ પર પણ ર્નિણય લઈ શકે છે. જેના કારણે ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ રિપ્લેસમેન્ટનો ફાયદો થશે.