Last Updated on by Sampurna Samachar
ચાલુ મેચમાં મેદાન પર બિનજરૂરી ભીડ નહીં ચાલે!
મેચ શરૂ થયા પછી એક ટીમના ફક્ત ૧૬ લિસ્ટેડ ખેલાડીઓને જ મેદાનમાં પ્રવેશવાની મંજૂરી અપાશે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૯મી સીઝન ચાલી રહી છે અને બુધવાર સુધીમાં ૧૪ મેચ રમાઈચૂકી છે. આ વચ્ચે હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ લીગ માટે કેટલાક કડક નવા નિયમો બનાવ્યાછે. બોર્ડે નવો નિયમ લાગુ કર્યો છે કે મેચ શરૂ થયા પછી એક ટીમના ફક્ત ૧૬ લિસ્ટેડ ખેલાડીઓને જ મેદાનમાંપ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. બાકી સરપ્લસ ખેલાડીઓ ટીમના ડગઆઉટમાં જ રહેશે અને તેમને સીમારેખા (બાઉન્ડ્રી લાઈ) પાર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

આ નવા નિયમ પ્રમાણે મેચ દરમિયાન ફક્ત ટીમ શીટ પર નામ ધરાવતા ખેલાડીઓને જ મેદાનમાં પ્રવેશવાનીમંજૂરી આપવામાં આવશે. શીટમાં ફક્ત ૧૬ ખેલાડીઓને લિસ્ટેડ કરવાની મંજૂરી હશે.રિપોર્ટ પ્રમાણે નવા નિયમપ્રમાણે દરેક ટીમ પોતાના ખેલાડીઓની શીટમાં ૧૬ ખેલાડીઓ સામેલ કરી શકે છે. તેમાં ૧૧ ખેલાડીઓ પ્લેઈંગઈલેવનનો ભાગ હશે.
મેદાનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં
આ ઉપરાંત ઈમ્પેક્ટ સબના રૂપમાં ૧ અને ૪ ખેલાડીઓને રિઝર્વ તરીકે રાખવામાં આવીશકે છે. આ ૧૬ ખેલાડીઓ ઉપરાંત ટીમના અન્ય કોઈ પણ સભ્યોને મેદાનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
આ નવા નિયમનો અર્થ એ થયો કે ટીમ શીટમાં સામેલ નહીં હોય તેવા ખેલાડીઓ ડ્રિંક્સ, બેટ અથવા ગ્લવ્ઝલઈને મેદાનમાં નહીં જઈ શકશે. તેઓ અન્ય ખેલાડીઓ સુધી કોઈ મેસેજ પણ પહોંચાડી શકશે નહીં. બાઉન્ડ્રીલાઈન પર ફક્ત પાંચ ખેલાડીઓ જ બિબ પહેરીને ફરી શકશે. બાકીના ખેલાડીઓએ ડગઆઉટમાં જ રહેવુંપડશે.
હાલ એ સ્પષ્ટ નથી કે, ફિલ્ડિંગ ટીમને વધારાના ફિલ્ડરની જરૂર પડે, તો તેણે પ્લેઈંગ ઈલેવનની યાદીમાંસામેલ ખેલાડીઓમાંથી જ પસંદગી કરવી પડશે કે પછી બાકી રહેલા અન્ય ખેલાડીઓમાંથી કોઈને ફિલ્ડિંગમાટે બોલાવી શકાશે.
આ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળતા ટીમ અને ખેલાડીઓ માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટીમ મેનેજમેન્ટને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે કે મેચ દરમિયાન સબ્સ્ટીટ્યૂટખેલાડીઓની બિનજરૂરી અવરજવર પર સખત પ્રતિબંધ રહેશે નહીં. બાઉન્ડ્રી લાઈન અને જાહેરાત બોર્ડ વચ્ચે ફક્ત મર્યાદિત ખેલાડીઓને જ રહેવાની મંજૂરી આપવામાં આવશે.
BCCI આ નિયમોને વધુ કડક બનાવવાનું વિચારી રહી છે. એવું માનવામાં આવે છે કે આ નવો નિયમ MPC (મેચરમવાની શરતો)ની કલમ ૧૧.૫.૨ અને ૨૪.૧.૪ને વધુ કડકાઈથી લાગુ કરવા માટે લાવવામાં આવ્યો છે. કલમ૧૧.૫.૨ પ્રમાણે અમ્પાયરની પરવાનગી વિના મેદાન પર ડ્રિંક્સ લઈ જવું અથવા સમય બરબાર કરવો એનિયમોની વિરુદ્ધ છે.
BCCI એ IPL ૨૦૨૬ દરમિયાન આ ર્નિણય કેમ લેવામાં આવ્યો, તેનું કારણ હજું સ્પષ્ટ નથી. એવું માનવામાંઆવે છે કે આ નિયમ મેચ દરમિયાન શિસ્ત જાળવવા, બિનજરૂરી ભીડ અને વિક્ષેપ ઘટાડવા અને રમતની ગતિસુધારવાના હેતુથી લાવવામાં આવ્યો છે.