Last Updated on by Sampurna Samachar
IPL ની ૧૮મી સીઝન ૨૨ માર્ચથી શરૂ થશે
ફાસ્ટ બોલર્સના હિતમાં લેવાયો મોટો ર્નિણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
IPL પહેલા ફાસ્ટ બોલર માટે BCCI એ સારા સમાચાર આપ્યાં છે. બોલર્સ હવે રિવર્સ સ્વિંગ માટે બોલ પર થૂંક લગાવી શકશે, BCCI એ આ ર્નિણય IPL ના મોટા ભાગના કેપ્ટનની સહમતિ બાદ લેવામાં આવ્યો છે. મુંબઈમાં કેપ્ટન્સની મિટિંગમાં આ ર્નિણય લેવામાં આવ્યો છે. ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન તેના પર ખુલીને વાત કરી હતી. શમીએ કહ્યું હતું કે, હવે બોલ પર થૂંક લગાવવા પરના પ્રતિબંધને હટાવી દેવામાં આવવો જોઈએ. તે પહેલા BCCI એ IPL માં આ પ્રતિબંધને હટાવી દીધો છે.
BCCI ના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે, લાળ પર પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. મોટાભાગના કેપ્ટન આ ર્નિણયના પક્ષમાં હતા. ICC એ કોવિડ-૧૯ મહામારી દરમિયાન સાવધાની માટે બોલને ચમકાવવા થૂંક લગાવવાની સદીઓ જૂની પરંપરા પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને ત્યાર બાદ ૨૦૨૨ માં વિશ્વ સંસ્થાએ આ પ્રતિબંધને સ્થાયી કરી દીધો હતો.
ભારતના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ કરી વાત
IPL માં પણ કોવિડ-૧૯ મહામારી બાદ લીગમાં રમતની શરતોમાં ICC એ આના પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ તેના દિશાનિર્દેશ રમતનું સંચાલન કરતી સંસ્થાના ક્ષેત્રની બહાર છે. આ રીતે આ ર્નિણયથી IPL કોવિડ-૧૯ મહામારી બાદ લાળનો ઉપયોગ ફરી શરૂ કરનાર પહેલી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ બની ગઈ છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ભારતના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ કહ્યું હતું કે, બોલ પર લાળ લગાવવાની જરૂર છે. નહીંતર તે સંપૂર્ણ રીતે બેટ્સમેનના પક્ષમાં ગણાશે. દક્ષિણ આફ્રિકાના વેર્નોન ફિલેન્ડર અને ન્યૂઝીલેન્ડના ટિમ સાઉદીએ પણ તેનું સમર્થન કર્યું હતું. IPL ની ૧૮મી સીઝન ૨૨ માર્ચથી શરૂ થશે.