Last Updated on by Sampurna Samachar
આ નિયમો IPL ની તમામ ટીમોને લાગુ પડશે
નાસભાગમાં ૧૧ લોકોએ ગુમાવ્યા હતા જીવ
(સંપૂર્ણ સમાચાર સેવા)
IPL ૨૦૨૫ની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પંજાબ કિંગ્સ સામે જીત મેળવી અને પહેલી વાર આ ભવ્ય ટુર્નામેન્ટની ટ્રોફી જીતી હતી. RCB ના બધા ચાહકો ખૂબ ખુશ હતા કે તેમની ટીમે આખરે આ ટ્રોફી જીતી લીધી છે. આ જીતની સાથે મળીને ઉજવણી કરવા માટે RCB એ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એક વિજય પરેડની જાહેરાત કરી હતી.
RCB પાસે ખૂબ મોટી ચાહક ફોલોઇંગ છે અને જ્યારે ફ્રેન્ચાઇઝીએ આ જાહેરાત કરી, ત્યારે ઘણા લોકો અહીં પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં લોકોના કારણે નાસભાગ મચી ગઈ અને ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા. એટલું જ નહીં, ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. હવે BCCI એ આ અંગે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
IPL ની તમામ ટીમો માટે BCCI ના નિયમો
ભવિષ્યમાં સન્માન સમારોહ સારી રીતે થાય અને કોઈને કોઈ સમસ્યા ન થાય તે માટે BCCI એ ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. આ નિયમ હવેથી બધી IPL ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ અંગે ખૂબ જ ગંભીર છે.
BCCI ના નિયમો
(૧) ટ્રોફી જીત્યાના ત્રણથી ચાર દિવસમાં કોઈ પણ ટીમ ઉજવણી કરશે નહીં.
(૨) ઉતાવળમાં અને ખરાબ રીતે ઇવેન્ટની ઉજવણી કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં.
(૩) તે કોઈપણ ટીમ હોય, તેઓ ભારતીય બોર્ડ તરફથી લેખિતમાં કંઈક ન મળે ત્યાં સુધી ઉજવણીનું આયોજન કરી શકશે નહીં.
(૪) કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે.
(૫) તમામ સ્થળોએ બહુ-સ્તરીય સુરક્ષા ઉપલબ્ધ રહેશે અને તે સમાપ્ત થયા પછી પણ તે જ જાેવા મળશે.
(૬) જ્યારે પણ ઇવેન્ટ સુનિશ્ચિત થશે, ત્યારે ખેલાડીઓ અને સ્ટાફ માટે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે.
(૭) જ્યાં સુધી તે રાજ્યની સરકાર અને પોલીસ પાસેથી પરવાનગી ન મળે ત્યાં સુધી ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે નહીં.
(૮) ઉજવણી કાયદેસર અને સુરક્ષિત રીતે કરવા માટે નાગરિકો અને કાયદા અમલીકરણ એજન્સીઓ તરફથી લીલી ઝંડી મેળવવી જરૂરી છે.