Last Updated on by Sampurna Samachar
IPL ૨૦૨૫ના મેગા ઓકશનની વચ્ચે મળ્યા ખુશીના સમાચાર
જય શાહ હાલમાં IPL ૨૦૨૫ની મેગા ઓક્શન માટે જેદ્દાહમાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ૨૦૨૫ નું મેગા ઓક્શન સાઉદી અરબના જેદ્દામાં થઈ રહ્યું છે. મેગા ઓક્શન વચ્ચે BCCI ના સચિવ જય શાહને મોટી ખુશખબરી મળી છે. જય શાહના ઘરે એક નાનકડા દીકરાનું આગમન થયું છે. જય શાહની પત્ની રિશિતા પટેલે પુત્રને જન્મ આપ્યો છે. આ વાતની પુષ્ટિ ભારતીય ટીમના પૂર્વ ઓપનર શિખર ધવને કરી છે. તેમણે શાહને તેમના સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહને ગુડ ન્યૂઝ મળ્યા છે. તેમના ઘરે એક નાનકડો મહેમાન આવ્યો છે. શાહની પત્ની રિશિતા પટેલે પુત્રને જન્મ આપ્યો છે. જય શાહ હાલમાં IPL૨૦૨૫ની મેગા ઓક્શન માટે જેદ્દાહમાં છે. આ હરાજી બે દિવસ સુધી ચાલશે. આ વાતની પુષ્ટિ ભારતીય ટીમના પૂર્વ ઓપનર શિખર ધવને કરી છે. તેમણે શાહને અભિનંદન પાઠવ્યા હતા. શિખર ધવને લખ્યું – જયશાહ ભાઈ અભિનંદન. હું બાળકને સ્વસ્થ અને સુખી જીવન ઈચ્છું છું. તમને જણાવી દઈએ કે જય શાહ હાલમાં IPL ૨૦૨૫ની મેગા ઓક્શન માટે જેદ્દાહમાં છે..
જય શાહ પહેલેથી જ બે દીકરીઓના પિતા છે. આવામાં તેના ઘરે ત્રીજા દીકરાનું આગમન થયું છે. આ ખુશીના પ્રસંગે ક્રિકેટ જગત તરફથી તેમને અભિનંદન મળી રહ્યાં છે. જય શાહની પત્નીનું નામ ઋષિતા પટેલ છે. બંનેના લગ્ન વર્ષ ૨૦૧૫ માં થયા હતા. તેમના લગ્નમાં અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. ત્યારે અમિત શાહ ભાજપના અધ્યક્ષ હતા. જય શાહના પત્ની ઋષિતા પટેલ બિઝનેસમેન ગુણવંત પટેલના દીકરી છે. દેશના જાણીતા નેતા હોવા છતાં અને BCCI માં આટલું પ્રતિષ્ઠિત પદ ધરાવતા હોવા છતાં જય શાહ મીડિયાથી ચોક્કસ અંતર જાળવી રાખે છે અને તેમનો આખો પરિવાર પણ લાઈમલાઈટથી દૂર રહે છે.