Last Updated on by Sampurna Samachar
અલ્પસંખ્યકોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા
મોત નિપજાવવાની રીત અલગ અલગ પણ કોમ એક !!
(સંપૂર્ણ સમાચાર સેવા)
બાંગ્લાદેશમાં હાલ ખુબ ચિંતાજનક પરિસ્થિતિ જોવા મળી રહી છે. હિન્દુઓ પર અત્યાચાર દિન પ્રતિદિન વધી રહ્યા છે. ડિસેમ્બર મહિનામાં જ ચાર હિન્દુ નાગરિકોની ર્નિદયતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાની માહિતી છે. જેણે અલ્પસંખ્યકોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

વાત કરીએ તો કોઈનું ગળું ચીરી નાખવામાં આવ્યું તો કોઈને ઢોર મારીને મોત નિપજાવવવામાં આવ્યું. ક્યાંક મારીને લટકાવી દેવાયો. મૃતકોમાં અમૃત મંડલ, દીપુચંદ્ર દાસ, જોગેશચંદ્ર રોય અને સુબર્ણા રોયના નામ સામેલ છે. અલગ અલગ જગ્યાએ ઘટેલી ઘટનાઓમાં મોત નિપજાવવાની રીત અલગ અલગ હતી પરંતુ એકવાત કોમન હતી અને તે હતી તેમનું હિન્દુ હોવું.
બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાય નથી સુરક્ષિત
મીડિયા રિપોર્ટ મુજબ જોગેશચંદ્ર રોયની ર્નિદયતાથી હત્યા કરવામાં આવી. તેમનું ગળું ચીરી નાખ્યું. જોગેશની સાથે પત્ની સુબર્ણા રોયની પણ હત્યા કરવામાં આવી. બંનેના મૃતદેહ બાંગ્લાદેશના રંગપુરમાં ઘરની અંદરથી મળી આવ્યા હતા. બંનેના ગળે ચીરેલા હતા. જોગેશચંદ્ર રોય મુક્તિજોધા હતા. જોગેશચંદ્ર રોયની ઉમર ૭૫ વર્ષ અને પત્ની સુબર્ણા રોયની ૬૦ વર્ષ ઉંમર હતી. દીપુચંદ્ર દાસની હત્યાએ માત્ર ભારતને જ નહીં પરંતુ દુનિયાને હચમચાવી દીધી.
બાંગ્લાદેશના દીપુ પર ઈશનિંદાનો આરોપ લગાવીને ઉન્માદી ભીડ તેને ફેક્ટરીમાંથી પકડીને લઈ ગઈ અને જાહેરમાં ખુબ માર મારી મોત નિપજાવ્યું અને ત્યારબાદ મૃતદેહને નગ્ન અવસ્થામાં લટકાવી દીધો. એટલું જ નહીં ઉન્માદી ભીડે તેના મૃતદેહનું માન ન રાખતા જૂતા અને ચપ્પલથી માર માર્યો. છેલ્લે આગ લગાવી દીધી.
ચોથો અને તાજો મામલો અમૃત મંડલની હત્યાનો છે. મળતી માહિતી મુજબ ૨૪ ડિસેમ્બરના રોજ મોડી રાતે તેના પર અચાનક હુમલો થયો અને તેને બચવાની તક સુદ્ધા ન મળી. ભીડ આવી અને તેને ખુબ માર માર્યો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાયો પરંતુ સારવાર દરમિયાન તેનું ૨૫ ડિસેમ્બરના રોજ વહેલી સવારે મોત નિપજ્યું. આ ઘટના બાંગ્લાદેશના રાજબરીમાં ઘટી.
સવાલ માત્ર એ નથી કે આ હત્યાઓ પાછળ કોણ હતું પરંતુ એ છે કે બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાય ખાસ કરીને હિન્દુઓ સુરક્ષિત નથી. જો આમ થતું હોય તો જવાબદાર કોણ? ઉન્માદી ભીડ, સિસ્ટમ કે પછી મોહમ્મદ યુનુસની સરકાર.