Last Updated on by Sampurna Samachar
ભાભર પોલીસ સ્ટેશનમાં DYSP અને PI ને આવેદનપત્ર
સાંસદ ગેનીબેનના ગામમાં સ્વૈચ્છાએ દારૂ બંધનો ર્નિણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર વારંવાર દારૂબંધીનો મુદ્દો ઉઠાવતા રહે છે. તેમના ગામમાં સ્વેચ્છાએ દારૂબંધીનો ર્નિણય લેવામાં આવ્યો છે. ગામના આગેવાનો સાથે તેમણે ભાભર પોલીસ સ્ટેશનમાં DySP અને PI ને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. તેમણે દારુ અને નશીલા પદાર્થોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધની માગ કરી હતી.

બનાસકાંઠામાં સાંસદ ગેનીબેન ઠાકોરના ગામ અબાસણામાં લોકો દ્વારા સ્વેચ્છાએ દારૂબંધીનો ર્નિણય લેવામાં આવ્યો છે. સાંસદ ગેનીબેનની આગેવાનીમાં અબાસણા તેમજ ભીમબોરડી ગામના આગેવાનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતાં અને ભાભર પોલીસ મથકમાં રજૂઆત કરી હતી. બંને ગામના આગેવાનોએ સ્વેચ્છાએ ગામમાં દારૂબંધીના ર્નિણયને લઈને ભાભર પોલીસ સ્ટેશનમાં DYSP અને PI ને આવેદનપત્ર આપ્યું હતું.
પોલીસ કાર્યવાહી નહીં કરે તો જનતા રેડ થશે
ગામના આગેવાનો દ્વારા દારુ અને નશીલા પદાર્થોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ કરી છે. ગ્રામજનો દ્વારા પોલીસને આવેદનપત્ર આપી દારૂની હેરાફેરી અટકાવી કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે. પોલીસ કાર્યવાહી નહીં કરે તો જનતા રેડ કરી પોલીસને જાણ કરાશે.