Last Updated on by Sampurna Samachar
નવા જંત્રી ભાવ મુજબ વળતરની માંગ સાથે આવેદન અપાયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠામાં જમીન સંપાદન મુદ્દે ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. થરાદ-અમદાવાદ એક્સપ્રેસ-વે જમીન સંપાદન મામલે નવા જંત્રી ભાવ મુજબ વળતરની માંગ ખેડૂતોએ કરી છે તેમજ યોગ્ય વળતર નહીં મળે તો ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
બનાસકાંઠા જીલ્લામાં જમીન સંપાદન મુદ્દે ખેડૂતોએ આંદોલનની બાંગ પોકારી છે. થરાદ-અમદાવાદ એક્સપ્રેસ-વે જમીન સંપાદન મામલે ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. સંપાદન થયેલ જમીનના યોગ્ય વળતર માટે ખેડૂતોએ માંગ કરી છે. બજાર ભાવ મુજબ જમીનના વળતર માટે ખેડૂતોએ માગ કરી છે. નવા જંત્રી ભાવ મુજબ વળતરની માંગ સાથે આવેદન અપાયું છે.
જો સંપાદિત થયેલી જમીનનું યોગ્ય વળતર નહીં મળે તો ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવશે. વજેગઢ, નાની-મોટી પાવડ, મલુપુર ગામના ખેડૂતોએ અધિકારીને આવેદન આપી વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર અમારી માંગ પૂરી નહીં કરે તો આંદોલન કરવું પડશે. જૂની જંત્રીની કિંમત અંદાજે ૧૫ થી ૫૦ રૂપિયા છે. જો સરકાર નવી જંત્રી પ્રમાણે વળતર ચૂકવે તો ખેડૂતોને લાભ થઈ શકે છે. દિયોદર, લાખણીની ૧૪ જમીનો સંપાદિત થવાનું જાણવા મળ્યું છે, ખેડૂતોની માગણી છે કે કિંમતી જમીનની જંત્રી જો નવા ભાવ પ્રમાણે મળે તો તેમને ઘણો ફાયદો થઈ શકે છે.