નગરપાલિકા પ્રમુખ દ્વારા જનરલ બોર્ડમાં મનમાની થતા વિવાદ સર્જાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બગસરા નગરપાલિકા ફરી આવી વિવાદમાં આવી છે. નગરપાલિકાના પ્રમુખ દ્વારા જનરલ બોર્ડમા મનમાની થતા વિવાદ સર્જાયો હતો. નગરપાલિકાની બોર્ડની મિંટિગ ૭ મિનિટમાં પુરી થતા સવાલો ઉઠયા હતા. નગરપાલિકાની મહિલા પ્રમુખે આવીજ રીતે ચાલશે..નો મનમાની ભર્યો જવાબ આપ્યો હતો.
બગસરા નગરપાલિકાની મનમાનીના વિવાદમા ફરી એક વધારો થયો છે. વિપક્ષ દ્વારા ચીફ ઓફિસરને પણ ઉગ્ર રજુઆત કરાઈ છે. નગરપાલિકાની બોર્ડ મિંટિગ ૩ મહિનાની જગ્યાએ ૬ મહિને જનરલ બોર્ડ મળી હતી. તો પણ બોર્ડમાં વિવાદ સર્જાતા મિંટિગ સ્થગિત કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે અગાઉ પણ બગસરા નગરપાલિકાએ પહેલા મકાન બનાવવા મંજુરી આપી અને બાદમાં મનાઈ હુકમ ઠપકાર્યો હતો. નગરપાલિકા તેના ર્નિણયોને કારણે વિવાદમાં રહેતી હોય છે.