Last Updated on by Sampurna Samachar
ગુજરાત શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
આગામી ૫ જુલાઇથી રાજ્યની પ્રાથમિક શાળોઓમાં થશે અમલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બાળકોની કલા પ્રતિભાને ખીલલવા માટે ગુજરાત શિક્ષણ બોર્ડ એક મહત્વનો ર્નિણય લીધો છે. જે અંતર્ગત ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડેનું સેલિબ્રેશન થશે. જેમાં બાળકો દર શનિવારે સ્કૂલબેગ પુસ્તકો વિના શાળાએ આવશે અને આ બાળકોને પુસ્તકના જ્ઞાન સિવાયની ઇત્તર પ્રવૃતિ કરાવવામાં આવશે.
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આવતા ૫ જુલાઈથી નો સ્કૂલબેગનો અમલ થશે. ઉલ્લેખનિય છે કે, ન્યુ એજન્યુકેશન પોલિસી ૨૦૨૨ના નિયમની ધીમે ધીમે ગુજરાતમાં અમલવારી શરૂ થઈ રહી છે. ન્યુ એજ્યુકેશન પોલીસીના હેઠળ બાળકોને દર શનિવારે હવે સ્કૂલ બેગ વિના જ બાળકોને સ્કૂલે બોલાવવામા આવશે અને બાળકોની અન્ય પ્રતિભાને ખીલલવાનો પ્રયાસ કરાશે, બેગલેસ ડે શરૂ કરવાનો ઉદેશ બાળકોનો સર્વાગી વિકાસ કરવાનો છે.
વીકએન્ડને આનંદમય બનાવતા બાળકો પ્રફુલ્લિત રહેશે
શનિવારના દિવસે શાળામાં શૈક્ષણિક પ્રવૃત્તિ નહિ પરંતુ માત્ર ધ્યાન ઈતર પ્રવૃત્તિઓ જ કરાવવામાં આવશે.૫ જુલાઇથી આ નિયમને અમલી કરવાનો સરકારે ર્નિણય લીધો છે. જોકે સ્કૂલબેગલેસ આ દિવમસાં બાળકોને ખાસ કઇ કઇ પ્રવૃત્તિ કરાવવામાં આવશે તે અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જોકે બેગલેસ ડે શબ્દ જ બધું જ સૂચવી જાય છે માટે આ દિવસે બાળકોને શિક્ષણ સિવાયની બધી જ પ્રવૃત્તિ કરાવવામાં આવશે. જેમાં ચિત્રકળા, નૃત્યુ, સંગીત યોગ, કસરસતો, મેદાની રમતો સહિતની પ્રવૃતિનો સમાવેશ થઇ શકે છે. આ અંગે કમિટીના ર્નિણય બાદ સ્પષ્ટતા થશે.
ઉલ્લેખનિય છે કે હાલ આ ર્નિણય શાળામાં બાળકોને શારીરિક કસરતો, યોગ, બાલસભાનું આયોજન કરવા સૂચના આપવામાં આવી છે. બેગલેસ ડેના સેલિબ્રેશનનો ઉદેશ ન માત્ર બાળકોને ઇત્તર પ્રવૃતિ કરાવીને તમને અન્ય કલા પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો છે. પરંતુ આ સાથે બાળકો ભાર વગરનું ભણતર ગ્રહણ કરે અને માનસિક હળવાશ સાથે અભ્યાસ કરે તેવો હેતુ છે.
વીકએન્ડને આનંદમય બનાવતા બાળકો માનસિક રીતે પણ પ્રફુલ્લિત રહેશે. જેથી સોમવારથી વધુ સારી રીતે અને એકાગ્રચિતે અભ્યાસ કરી શકે. બેગ ડેથી બાળકો તણાવ મુક્ત થાય તેવો ઉદેશ પણ છે. તો આગામી ૫ જુલાઇથી જ દર શનિવારે બેગલેસ ડેની પ્રાથમિક શાળામાં ઉજવણી કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.