Last Updated on by Sampurna Samachar
કેટ બોય મમ્મા ક્લબમાં તમારૂ સ્વાગત છે કરીના કપૂરે કહ્યું
અમારા ઘરમાં ખુશીઓ આવી ગઈ : વિક્કી કૌશલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અભિનેત્રી કેટરિના કૈફ અને વિક્કી કૌશલ માતા-પિતા બની ગયા છે. આ કપલના ઘરે નવા મહેમાનનું આગમન થયું છે. પિતા બનવાની ખુશી વિક્કી કૌશલે પોતાના ફેન્સ સાથે શેર કરી છે. તેણે જણાવ્યું કે કેટરીનાએ પુત્રને જન્મ આપ્યો છે.

વિક્કી કૌશલે એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટરને શેર કરતા તેણે લખ્યું, બ્લેસ્ડ. અમારી ખુશીઓનું બંડલ આવી ગયું છે. પ્રેમ અને આશીર્વાદથી અમે બેબી બોયનું સ્વાગત કર્યું છે. ૭ નવેમ્બર ૨૦૨૫. કેટરિના અને વિક્કી.
કપલ જલ્દી બાળકનો ચહેરો જાહેર કરે તેમ ચાહકોની ચાહના
વિક્કી કૌશલની આ પોસ્ટ પર સેલેબ્સથી લઈને તેના ફેન્સ શુભેચ્છા આપી રહ્યાં છે. કરીના કપૂરે લખ્યુ- કેટ બોય મમ્મા ક્લબમાં તમારૂ સ્વાગત છે. તારા અને વિક્કી માટે ખુશ છું. આયુષ્માન ખુરાનાએ લખ્યું- બેસ્ટ ન્યૂઝ. મુબારક. પ્રિયંકા ચોપડાએ લખ્યું- ખૂબ ખુશ છું. શુભેચ્છા.
મહત્વનું છે કે વિક્કી કૌશલ અને કેટરિના કૈફએ આ વર્ષે સપ્ટેમ્બર ૨૦૨૫મા પ્રેગનેન્સીની જાહેરાત કરી હતી. કેટરીનાએ બેબી બંપ ફ્લોન્ટ કરતા ફોટો શેર કર્યો હતો. તેણે લખ્યું હતું- અમે અમારા જીવનનું સૌથી સારૂ ચેપ્ટર ખુશી અને આભારી હ્રદયની સાથે શરૂ કરવા જઈ રહ્યાં છીએ. કેટરિના કૈફ અને વિક્કી કૌશલ પ્રથમવાર માતા-પિતા બન્યા છે. બંનેએ ડિસેમ્બર ૨૦૨૧મા લગ્ન કર્યાં હતા.
વિકી અને કેટરિનાના બેબીની આતુરતાથી રાહ જાેઈ રહેલા ફેન્સ હવે બાળક પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. જોકે, હવે ફેન્સ આશા રાખી રહ્યા છે કે કપલ જલ્દી બાળકનો ચહેરો જાહેર કરે. પરંતુ હાલમાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે સ્ટાર્સ તરત જ પોતાના બાળકનો ચહેરો સોશિયલ મીડિયા પર શેર કરતા નથી અને બાળક થોડું મોટું થાય પછી જ તેને જાહેર કરે છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે તેમની દીકરી દુઆનો ચહેરો જાહેર કર્યો હતો, જેના પર ચાહકોએ ખૂબ પ્રેમ વરસાવ્યો હતો. હવે જાેવાનું એ રહે છે કે વિકી અને કેટરિના તેમના પુત્રનો ચહેરો ક્યારે જાહેર કરે છ