Last Updated on by Sampurna Samachar
અઝહર અલીએ પાકિસ્તાન માટે ૯૭ ટેસ્ટ મેચ રમી
બોર્ડની લાલ ફિતાશાહી અને સ્લો પ્રોસેસથી હતા પરેશાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનના પૂર્વ ટેસ્ટ કેપ્ટન અઝહર અલીએ નેશનલ સિલેક્શન કમિટિ અને યૂથ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના હેડ પદ પરથી રાજીનામું આપી દીધું છે.અઝહરની નજીકના એક વિશ્વસનીય સૂત્રએ જણાવ્યું કે, ‘ઁઝ્રમ્એ અચાનક સરફરાઝ અહેમદને પાકિસ્તાન શાહીન અને અંડર-૧૯ ટીમોનો સંપૂર્ણ ચાર્જ આપી દીધા બાદ તેમણે આ ર્નિણય લીધો હતો. અઝહરે આ અઠવાડિયાની શરૂઆતમાં જ પોતાનું રાજીનામું મોકલી દીધું હતું અને બોર્ડે તેને સ્વીકારી પણ લીધું છે.

૪૦ વર્ષીય અઝહર અલીએ પાકિસ્તાન માટે ૯૭ ટેસ્ટ મેચ રમી હતી. તે ગત વર્ષે જ સિલેક્ટર અને યૂથ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના હેડ બન્યા હતા, પરંતુ બોર્ડની લાલ ફિતાશાહી અને સ્લો પ્રોસેસથી તેઓ પરેશાન હતા.
PCB સાથે મેન્ટોર અને ક્રિકેટ સલાહકારની ભૂમિકામાં હતો
સૂત્રોનું કહેવું છે કે, એકેડેમીમાં યુવા ખેલાડીઓના ગ્રુમિંગ સંબંધિત ઘણી મહત્વપૂર્ણ યોજનાઓને આગળ ધપાવવામાં ન આવી, જેનાથી અઝહર ખૂબ નારાજ હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે જ્યારે બોર્ડે તેને જાણ કર્યા વિના શાહીન અને અંડર-૧૯ ટીમોની બધી જવાબદારી સરફરાઝને સોંપી દીધી ત્યારે અઝહરને લાગ્યું કે તેની ભૂમિકાનો મોટો ભાગ તેની પાસેથી છીનવી લેવામાં આવ્યો છે. આ કારણે તેણે રાજીનામું આપી દીધું છે.
સરફરાઝ છેલ્લા કેટલાક સમયથી PCB સાથે મેન્ટોર અને ક્રિકેટ સલાહકારની ભૂમિકામાં હતો. હવે તેને બંને ટીમોનો સંપૂર્ણ ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે. કોચના પ્રદર્શનથી લઈને પસંદગી, ટ્રેનિંગ કેમ્પ અને ટીમ સાથે ટ્રાવેલ કરવા સુધીના તમામ અધિકારો તેની પાસે જ રહેશે.
પાકિસ્તાન ક્રિકેટમાં તાજેતરના વર્ષોમાં ઘણા કોચ અને પૂર્વ ખેલાડીઓ જેમાં વિદેશી પણ સામેલ છે, જેઓ પોતાનો કોન્ટ્રાક્ટ પૂરો નથી કરી શક્યા. કાં તો તેઓ છોડીને ચાલ્યા ગયા અથવા તેમને હટાવી દેવામાં આવ્યા છે. તાજેતરનો કિસ્સો મહિલા ટીમના કોચ મોહમ્મદ વસીમનો છે, જેનો કોન્ટ્રાક્ટ PCB દ્વારા રિન્યુ કરવામાં નહોતો આવ્યો, કારણ કે ટીમ વર્લ્ડ કપમાં છેલ્લા સ્થાને રહ્યા બાદ આગળ નહોતી વધી શકી.