Last Updated on by Sampurna Samachar
હોસ્પિટલમાં છેલ્લા ઘણાં દિવસથી હતા સારવાર હેઠળ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભૂતપૂર્વ MLC સભ્ય કામેશ્વર ચૌપાલનું નિધન થયું છે. મળતી માહિતી મુજબ, દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં કામેશ્વરનું નિધન થયું હતું. તેઓ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. મહત્વનું છે કે રામ મંદિરના નિર્માણ માટે કામેશ્વર ચૌપાલે પ્રથમ ઈંટ નાખી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ પણ કામેશ્વર ચૌપાલને પ્રથમ કાર સેવકનો દરજ્જો આપ્યો હતો.
કામેશ્વર ચૌપાલ એ વ્યક્તિ છે જેણે ૯ નવેમ્બર ૧૯૮૯ ના રોજ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર માટે પ્રથમ ‘રામ શિલા’ (ઈંટ)નો શિલાન્યાસ કર્યો હતો. તે સમયે તેઓ વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના સ્વયંસેવક હતા. તે બિહારના સુપૌલનો રહેવાસી હતા. ૧૯૮૯ માં, જ્યારે રામ મંદિર માટે પ્રથમ ‘રામ શિલા’ નાખવાની હતી, ત્યારે કામેશ્વર ચૌપાલની પસંદગી કરવામાં આવી હતી કારણ કે તેઓ રામ મંદિર ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા હતા.
૧૯૯૧માં તેમણે વિશ્વ હિન્દુ પરિષદ છોડીને ભાજપના સભ્ય બન્યા હતા. પાર્ટીએ તેમને સંસદીય ચૂંટણી લડાવ્યા, જેમાં તેઓ હારી ગયા હતા. વર્ષ ૨૦૧૪માં બીજી વખત ચૂંટણી હારી. જોકે, તેઓ ૨૦૦૨ થી ૨૦૧૪ સુધી બે વખત રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે.
કામેશ્વર ચૌપાલ (VHP) ૧૯૮૨ માં વિશ્વ હિન્દુ પરિષદના સભ્ય બન્યા હતા. તેમને ૧૯૮૯ માં ગયામાં મુખ્યાલય સાથે તેમના રાજ્ય પ્રભારી બનાવવામાં આવ્યા હતા. ત્યાંથી તેઓ રામ મંદિર માટે ‘રામ શિલા’ (ઈંટ) લઈને અયોધ્યા ગયા હતા. રામ મંદિરના નિર્માણ માટે દરેક ગામોએ ઇંટો અને ૧.૨૫ રૂપિયા દક્ષિણા આપ્યા હતા.