Last Updated on by Sampurna Samachar
ગરબા પતાવીને પરત ફરતી હતી ગાયિકા
કારને નુકશાન થયેલ તસવીરો વાયરલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અરવલ્લીમાં ગુજરાતની ગાયક કલાકાર શીતલ ઠાકોર પર હુમલાનો પ્રયાસ કરાયો હોવાની માહિતી મળી છે. શીતલ ઠાકોરની કારને અન્ય કાર ચાલકો દ્વારા ટક્કર મારવામાં આવી હતી. જેનો પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ધનસુરા પોલીસ સ્ટેશન નજીક આ બનાવ બન્યો હતો. ગરબા પૂરા કરીને પરત ફરી રહેલી યુવા ગાયિકા શીતલ ઠાકોરની કારની પાછળ કોઈએ ટક્કર મારી હતી. શીતલ ઠાકોરની કારને અન્ય કાર ચાલકો ટક્કર મારીને ભાગી છૂટ્યા હતા. શીતલ ઠાકોરની કારને નુકસાન થયાની તસવીરો સાથેની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
ધનસુરા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી
શીતલ ઠાકોર મોડાસા ખાતે નવરાત્રિનો પ્રોગ્રામ પતાવી પરત ફરી રહી હતી, તે સમયે આ બનાવ બન્યો હતો. આ મામલે ધનસુરા પોલીસે ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે. તેમજ શીતલ ઠાકોરે પણ સોશિયલ મીડિયા પર પોતાની સલામતી અંગે ચિંતાની લાગણી વ્યક્ત કરી છે.