અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેંસના ઘર પર હુમલો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

પોલીસ દ્વારા એક શંકાસ્પદની ધરપકડ કરાઇ

જેડી વેન્સના ઘરની બારીઓના કાંચ તૂટ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેંસના ઘર પર હુમલાની ઘટના બની હતી. આ હુમલામાં તેમના ઘરની બારીઓને નુકસાન પહોંચ્યું છે. ઘટનાને લઈને એવી માહિતી સામે આવી છે કે પોલીસે એક શંકાસ્પદની ધરપકડ પણ કરી છે. જોકે અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિના ઘર પર હુમલો થયાની આ ઘટના હાલ ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. આ ઘટના સિનસિનાટીના ઈસ્ટ વોલનટ હિલ્સ સ્થિત જે.ડી. વેંસના આવાસ પર બની છે, જે વિલિયમ હોવર્ડ ટૈફ્ટ ડ્રાઈવ પર છે.

સિનસિનાટી પોલીસે ડિસ્પૈચરે FOX19 Now જણાવ્યું કે સિક્રેટ સર્વિસે એક વ્યક્તિને પૂર્વ દિશા તરફ ભાગતો જોયો હતો. બાદમાં પોલીસને બોલાવવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે એક શંકાસ્પદને ઝડપી પાડ્યો છે, જે મામલે પોલીસ તપાસ કરી રહી છે.

ઘટના સમયે જે ડી વેન્સનો પરિવાર ઘરમાં ન હતો

સ્થાનિક મીડિયા દ્વારા જે પણ માહિતી સામે આવી છે, તેમાં જેડી વેન્સના ઘરની બારીઓના કાંચ તૂટેલા દેખાય છે. હજુ આ મામલે કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી. એક અધિકારીએ CNN ને જણાવ્યું કે અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે કે આ હુમલો શા માટે કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ઘટનાને લઈને હાલ સ્થાનિક પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઘટના સમયે જે ડી વેન્સનો પરિવાર ઘરમાં ન હતો. હાલ જે પણ માહિતી સામે આવી છે, તે પ્રમાણે અધિકારીઓને એવું નથી લાગતું કે હુમલો કરનાર વ્યક્તિ જે ડી વેન્સના ઘરમાં ઘુસ્યો હતો.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.