Last Updated on by Sampurna Samachar
મુસાફરોની બેગ, કેશ અને મોબાઈલ ફોન લૂંટી લીધા
આ હુમલામાં અનેક યાત્રીઓ ઘાયલ થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નેપાળમાં ચાલી રહેલી હિંસા વચ્ચે આંધ્ર પ્રદેશના તીર્થયાત્રીઓના એક જથ્થો જેમાં સાર હતો તે બસ પર કાઠમંડુમાં હુમલો થયો અને તેમનો સામાન લૂંટી લેવાયો તથા તેમાંથી અનેક ઘાયલ થયા હોવાના સામાચાર છે. પોલીસના જણાવ્યાં મુજબ તીર્થયાત્રીઓ કાઠમંડુ સ્થિત પશુપતિનાથ મંદિરથી દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા. ત્યારે યુપી રજિસ્ટ્રેશન નંબરવાળી બસ પર હુમલો થયો. હુમલાખોરોએ બસ પર પથ્થર ફેંક્યો અને બારીઓ તોડી નાખી તથા મુસાફરોની બેગ, કેશ અને મોબાઈલ ફોન લૂંટી લીધા. બસમાં સવાર શ્યામુ નિષાદે કહ્યું કે સાત-આઠ યાત્રીઓ ઘાયલ થયા છે.
મળતી માહિતી મુજબ નેપાળી સેનાના જવાનોએ લોકોની મદદ કરી ત્યારબાદ ભારત સરકારે તમામ ફસાયેલા મુસાફરોને કાઠમંડુથી દિલ્હી હવાઈ માર્ગથી કાઢવાની વ્યવસ્થા કરી. અત્રે જણાવવાનું કે દુર્ઘટનાનો ભોગ બનેલી બસ ગુરુવારે સાંજે યુપીના મહારાજગંજની પાસે સોનૌલી સરહદ પર પહોંચી.
યુપી, બિહાર અને પશ્ચિમ બંગાળના સરહદી વિસ્તારોમાં એલર્ટ
આંધ્ર પ્રદેશના રહેવાસી બસ ડ્રાઈવર રાજે આ દર્દનાક અનુભવને યાદ કરતા કહ્યું કે જ્યારે તેઓ ભારત પાછા ફરી રહ્યા હતા ત્યારે ભીડે તેમના પર હુમલો કર્યો. સુનૌલી બોર્ડર પર પહોંચ્યા બાદ તેમણે જણાવ્યું કે હુમલાખોરોએ પથ્થરોથી બસના કાચ તોડ્યા. અમારો સામાન લૂંટી લીધો.
નેપાળમાં હિંસાને તણાવના પગલે ભારતીય અધિકારીઓએ યુપી, બિહાર અને પશ્ચિમ બંગાળના સરહદી વિસ્તારોમાં સુરક્ષા અને સતર્કતા વધારી છે. સરહદ પારથી કોઈ પણ અપ્રિય ઘટના કે ગેરકાયદેસર અવરજવર રોકવા માટે ત્રણ રાજ્યોના સરહદી જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર છે. સરહદની બંને બાજુના અધિકારીઓ દ્વારા નાગરિકતા કાર્ડની ચકાસણી બાદ ફક્ત ભારતમાં ફસાયેલા નેપાળી નાગરિકોને જ સરહદ પાર કરવાની મંજૂરી અપાઈ રહી છે.
