Last Updated on by Sampurna Samachar
અમેરિકા તમામ ફેડરલ બેનિફિટ્સ અને સબસિડી ખતમ કરી દેશે
ટ્રમ્પનો ઈમિગ્રેશન પર મોટો ર્નિણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના સપના જોતા લાખો લોકો માટે ઝટકા સમાન સમાચાર આવ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે થેંક્સગિવિંગના અવસરે એવું નિવેદન આપ્યું છે કે જેના કારણે દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. તેમણે થર્ડ વર્લ્ડ કંટ્રીઝ એટલે કે ગરીબ અને ઓછા વિક્સિત દેશોથી આવતા તમામ લોકોને દેશમાં હંમેશા માટે આવતા અટકાવવાની જાહેરાત કરી દીધી. એટલે કે હવે નોકરી, અભ્યાસ, શરણ કે પછી પરિવારને મળવા માટે પણ વીઝા મળવા મુશ્કેલ થઈ શકે છે. આ ર્નિણય વ્હાઈટ હાઉસની પાસે નેશનલ ગાર્ડ પર હુમલાના બરાબર એક દિવસ બાદ આવ્યો છે. સરળ શબ્દોમાં આખી કહાની સમજો.

ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યાં મુજબ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમનું એડમિનિસ્ટ્રેશન તમામ થર્ડ વર્લ્ડ કંટ્રીઝથી માઈગ્રેશન પર હંમેશા માટે રોક લગાવવા પર કામ કરશે જેથી કરીને અમેરિકી સિસ્ટમને સંપૂર્ણ રીતે ઠીક થવાનો સમય મળી શકે. ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું કે અમેરિકા દેશમાં બિન નાગરીકોને મળનારા તમામ ફેડરલ બેનિફિટ્સ અને સબસિડી ખતમ કરી દેશે.
વાર્ષિક લાખો લોકો અમેરિકા આવે
ટ્રમ્પે જોકે કોઈ દેશનું નામ નથી લીધુ પરંતુ અફઘાનિસ્તાન યુનાઈટેડ નેશન્સના સૌથી ઓછા ડેવલપ્ડ કંટ્રીઝમાંથી એક છે. થર્ડ વર્લ્ડ કંટ્રીઝ પર આ કાર્યવાહી વ્હાઈટ હાઉસ પાસે એક અફઘાન નાગરિકે નેશનલ ગાર્ડના બે સભ્યોને ગોળી મારી એ ઘટના બાદ જોવા મળી છે.
ટ્રમ્પે થર્ડ વર્લ્ડને જોકે સ્પષ્ટ કર્યા નથી. પરંતુ એક્સપર્ટ્સ તેને સંયુક્ત રાષ્ટ્રની લીસ્ટ ડેવલપ્ડ કંટ્રીઝ યાદી માની રહ્યા છે. ૨૦૨૫માં તેમાં ૪૪ દેશો છે. જેમાંથી મોટાભાગના આફ્રીકા, એશિયા, કેરેબિયન, અને પેસિફિકના છે. જેમાંથી વાર્ષિક લાખો લોકો અમેરિકા આવે છે. હવે તેમના માટે દરવાજા બંધ થઈ શકે છે. હવે જુઓ કેટેગરી દેશોના નામ.
આફ્રીકાના ૩૨ દેશ : આ યાદીમાં સામેલ દેશોમાં અંગોલા, બેનિન, બુર્કિના ફાસો, બુરંડી, સેન્ટ્રલ આફ્રીકન રિપબ્લિક, ચાડ, કોમોરોસ, ડેમોક્રેટિક, રિપબ્લિક ઓફ કાંગો, જિબૂતી, ઈરિટ્રિયા, ઈથોપિયા, ગામ્બિયા, ગિની, ગિની બિસાઉ, લેસોથો, લાઈબેરિયા, મેડાગાસ્કર, મલાવી, માલી, મોરિટાનિયા, મોઝામ્બિક, નાઈઝર, રવાંડા, સેનેગલ, સિએરા લિયોન, સોમોલિયા, સાઉથ સૂડાન, સૂડાન, ટોગો, યુગાન્ડા, તંઝાનિયા, ઝામ્બિયા સામેલ છે.
એશિયાના ૮ દેશ સામેલ છે : અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, કંબોડિયા, લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિક, મ્યાંમાર, નેપાળ, તિમોર-લેસ્તે, યમન, કેરેબિયન ક્ષેત્રના દેશોમાં એક દેશ હૈતી છે.
પૈસિફિક ક્ષેત્ર : તેમાં ૩ દેશ સામેલ છે જેમાં કિરિબાતી, સોલોમન આઈસલેન્ડ, અને તુવાલુ સામેલ છે.