Last Updated on by Sampurna Samachar
ઉણ ગામે થયેલ જૂથ અથડામણમાં ૮૦૦થી વધુના ટોળા સામે ફરિયાદ નોંધાઈ
ચૌધરી સમાજના યુવક સાથે રબારીની દીકરીએ લગ્ન કર્યા બાદ વિવાદ વધ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠાના ઉણ ગામે થયેલ જૂથ અથડામણ કેસમાં પોલીસે નોંધી ૮૦૦થી વધુના ટોળા સામે ફરિયાદ અને ચૌધરી સમાજના અનેક આગોવાનો સામે નામ જોગ ફરિયાદ કરવામાં આવી છે.

પોલીસે ફરિયાદ નોંધતા ચૌધરી સમાજના આગેવાનો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની વાત સામે આવી છે, ટોળામાં સંડોવાયેલા લોકોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે, ૧૫ થી વધુ ચૌધરી સમાજના લોકો સામે નામ જોગ અને ૮૦૦થી વધુના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો.
બબાલમાં પોલીસે કરી મોટી કાર્યવાહી અને પોલીસે ફરિયાદ નોંધી
પોલીસે અલગ અલગ ટીમો બનાવી હુમલો કરનાર ટોળામાં સંડોવાયેલા લોકોને ઝડપી પાડવા તજવીજ હાથધરી છે, પોલીસે કરી સ્થાનિક આગવેનો સાથે બેઠક અને સર્વે સમાજના આગેવાનો બેઠકમાં રહ્યા હાજર જેમાં શાંતિ જાળવવા પોલીસે કરી સ્થાનિકોને અપીલ અને હુમલો કરનાર સામે કડક કાર્યવાહીની સ્થાનિકોની માગ છે, ઉણ ગામમાં હાલ પરિસ્થિતિ કાબૂમાં છે.
થોડા સમય પહેલા ભાભર તાલુકાના રૂની ગામની ચૌધરી સમાજની એક યુવતીએ ઉણ ગામના રબારી સમાજના યુવક સાથે મા બાપના વિરુદ્ધમાં જઈ લગ્ન કર્યા હતા. આ મુદ્દે ચૌધરી સમાજમાં અસંતોષ જોવા મળ્યો હતો. બીજી તરફ થોડા સમય પહેલા કિંજલ રબારી નામની યુવતીએ ચૌધરી સમાજના યુવક સાથે લગ્ન કર્યા બાદ વિવાદ વધતાં રબારી તેમજ ચૌધરી સમાજના આગેવાનો વચ્ચે ચર્ચા થતા રબારી સમાજની દીકરીને પરત મોકલવામાં આવી હતી.