Last Updated on by Sampurna Samachar
વધુ એક હિન્દુ યુવકને જીવતો સળગાવવાનો પ્રયાસ
અચાનક લોકોના એક ટોળાએ તેને ઘેરી લીધો
સંપૂર્ણ સમાચાર સેવા)
બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે ફરી એકવાર નફરતે જીવ લેવાનો પ્રયાસ કર્યો. મળતી માહિતી મુજબ શરિયતપુર વિસ્તારમાં ખોકન ચંદ્ર નામના એક હિન્દુ વ્યક્તિને ટોળાએ ઘેરી લીધો હતો. તેને પહેલા ક્રૂર રીતે માર મારવામાં આવ્યો, પછી છરી મારી અને ત્યારબાદ પેટ્રોલ છાંટીને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ થયો હતો.

છેલ્લી ઘડીએ ખોકન ચંદ્રે નજીકના તળાવમાં કૂદીને પોતાનો જીવ બચાવ્યો. પરંતુ આ હુમલો ફરી એકવાર બતાવે છે કે, બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતો અત્યાચાર કઈ હદ સુધી પહોંચી ચૂક્યો છે. મળતી માહિતી અનુસાર, આ ઘટના બુધવારે મોડી સાંજે બની હતી. ખોકન ચંદ્ર ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે અચાનક લોકોના એક ટોળાએ તેને ઘેરી લીધો.
વિશ્વભરમાં ચિંતા અને માનવાધિખાર સંગઠનોમાં આક્રોશ
ત્યારબાદ ટોળાએ તેને લાતો અને મુક્કા માર્યા. તે કોઈક રીતે ભાગી જવામાં સફળ રહ્યો, પરંતુ હુમલાખોરો ત્યાં અટક્યા નહીં. ટોળાએ પેટ્રોલ છાંટીને તેને જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ તે જીવ બચાવવા માટે નજીકના તળાવમાં કૂદી ગયો.
આ અગાઉ બાંગ્લાદેશમાં ૧૮ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ દીપુ ચંત્ર દાસની ટોળાએ હત્યા કરી હતી. ત્યારબાદ તેના મૃતદેહને વૃક્ષ સાથે બાંધીને સળગાવી દેવાયો હતો. તેના પર ઈશનિંદાનો આરોપ લગાવાયો હતો. ત્યારબાદ ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ટોળાએ અમૃત મંડલની ઢોર માર મારીને હત્યા કરી હતી.
ત્યારબાદ ૨૯ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ બજેન્દ્ર બિસ્વાસ નામના યુવકની તેમના જ સાથી દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા રોકાવાનું નામ નથી લેતા. યુનુસ આંખ-કાન બંધ કરીને બેસી ગયા છે અને તેમના રાજમાં ઉગ્રવાદીઓએ ચોથા હિન્દુને દર્દનાક મોત આપવાની કોશિશ કરી છે.
ખાલિદા ઝિયાને સુપુર્દ-એ-ખાક કર્યા અને દેશમાં વિદેશ મંત્રી જયશંકર સહિત દુનિયાભરના કેટલાય મોટા પ્રતિનિધિઓ એકઠા થયા હતા, પણ ઉગ્રવાદીઓને તેનાથી કોઈ ફરક પડતો નથી. આ વખતે ઉગ્રવાદીઓએ એક હિન્દુ બિઝનેસમેનના શરીર પર પેટ્રોલ છાંટી જીવતો સળગાવવાની કોશિશ કરી.
જણાવી દઈએ કે, બાંગ્લાદેશમાં મોહમ્મદ યુસુના નેતૃત્વ વાળી વચગાળાની સરકારના કાર્યકાળમાં હિન્દુઓ સહિત લઘુમતીઓ પર હિંસાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈને વિશ્વભરમાં ચિંતા અને માનવાધિખાર સંગઠનોમાં આક્રોશ છે.
ગત અઠવાડિયે ભારતે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર સતત થઈ રહેલી હિંસાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેઓ પોતાના પાડોશમાં બની રહેલી ઘટનાઓ પર નજર રાખી રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, ખોકન ચંદ્ર દાસ કેઉરભંગા બજારમાં દવા અને મોબાઈલ બેંકિંગની દુકાન ચલાવે છે. દુકાન બંધ કરી તે દિવસની કમાણી લઈને સીએનજી ઓટોથી ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે ડામુડ્યા શરીયતપુર વિસ્તારમાં ઉગ્રવાદીઓએ ઓટો રોકી તેના પર હુમલો કરી દીધો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને હુમલાખોરોને શોધી રહી છે.