Last Updated on by Sampurna Samachar
આ ટુર્નામેન્ટમાં છ દેશો ભાગ લે તેવી શક્યતા
જુલાઇ માસની શરૂઆતમાં શિડ્યુલ બહાર પડશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
એશિયા કપ ૨૦૨૫ ને લઈને એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એ આ ટુર્નામેન્ટનું આયોજન કરવાનો ર્નિણય લીધો છે. જે સપ્ટેમ્બર મહિનામાં શરૂ થઈ શકે છે. એવી અપેક્ષા છે કે ભારત અને પાકિસ્તાન બંને આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકે છે.

અહેવાલો અનુસાર, એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એશિયા કપ ૨૦૨૫ નું આયોજન કરવાની યોજના બનાવી રહ્યું છે. જે ૧૦ મી સપ્ટેમ્બરે શરૂ થવાની તૈયારીમાં છે. આ ટુર્નામેન્ટમાં છ દેશો ભાગ લે તેવી શક્યતા છે. ઉપરાંત તેના શેડ્યૂલ વિશેની માહિતી જુલાઈના પહેલા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે.
ભારત અને પાકિસ્તાન ક્રિકેટમાં સાથે નહીં જોવા મળે
ભારત,પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, શ્રીલંકા અને યુએઈની ટીમ એશિયા કપ ૨૦૨૫માં ભાગ લઈ શકે છે. એશિયા કપ ભારતના યજમાનીમાં રમવાનો છે. વર્ષ ૨૦૨૩ એશિયા કપનું આયોજન પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું હતું અને ભારત સામેની મેચો શ્રીલંકામાં હાઈબ્રિડ મોડેલ પર રમાઈ હતી. જો ૨૦૨૫માં એશિયાનું આયોજન થાય છે, તો તે પણ હાઇબ્રિડ મોડેલ પર રમાશે. ICC એ ભારત અને પાકિસ્તાન માટે હાઇબ્રિડ મોડેલના નિયમને પણ સ્વીકાર્યો છે.

જો એશિયા કપ ૨૦૨૫નું આયોજન ભારત અથવા પાકિસ્તાન થાય છે, તો બંને દેશો વચ્ચેની મેચ તટસ્થ દેશમાં રમાશે. એટલે કે, જો ભારત યજમાન હોય, તો પાકિસ્તાનની ટીમ તેની બધી મેચ હાઈબ્રિડ મોડેલ પર રમશે અને જો પાકિસ્તાન યજમાન હોય, તો ભારતીય ટીમ તેની બધી મેચ હાઈબ્રિડ મોડેલ પર રમશે.
ઉલ્લેખનીય છે કે, પહેલગામ આતંકી હુમલા પછી બંને દેશો વચ્ચે વધતા તણાવને કારણે એશિયા કપ પર ખતરો મંડરાઈ રહ્યો હતો. એવું માનવામાં આવતું હતું કે ભારત અને પાકિસ્તાન હવે ક્રિકેટના મેદાન પર સાથે રમતા જોવા મળશે નહીં.