Last Updated on by Sampurna Samachar
એશિયા કપની પ્રાઈઝ મની ૨.૬ કરોડ રૂપિયા જાહેર
BCCI એ પ્રાઈઝ મનીની જાહેરાત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સૂર્યકુમાર યાદવના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયાએ એશિયા કપ ૨૦૨૫ની ફાઈનલ મેચમાં ધૂર વિરોધી પાકિસ્તાનને ૫ વિકેટથી હરાવી દીધુ અને રેકોર્ડ ૯મી વખત એશિયા કપ જીત્યો. રિપોર્ટ્સ મુજબ એશિયા કપની પ્રાઈઝ મની આ વખતે ૨.૬ કરોડ રૂપિયા છે. જે ટીમ ઈન્ડિયાને મળશે. પરંતુ ચર્ચામાં તો BCCI ની પ્રાઈઝ મની છે.
BCCI એ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે જે પ્રાઈસ મનીની જાહેરાત કરી છે તે એશિયા કપની પ્રાઈઝ મનીથી પણ લગભગ ૧૦ ગણી વધારે છે. BCCI એ એક્સ પર એશિયા કપની પ્રાઈસ મનીની જાહેરાત કરી. આ દરમિયાન તેમણે પાકિસ્તાનને ભરપૂર ટ્રોલ પણ કર્યું. BCCI એ લખ્યું કે ૩ વાર, ૦ પ્રતિક્રિયા. એશિયા કપ ચેમ્પિયન. સંદેશો પહોંચ્યો. ટીમ અને સહયોગી સ્ટાફ માટે ૨૧ કરોડ રૂપિયાની પુરસ્કાર રકમ.
BCCI એ પાકિસ્તાન પર લગાવ્યો આરોપ
મીડિયા રિપોર્ટ્સ મુજબ ઓપરેશન સિંદૂર વખતે ભારતીય સેના તરફથી જે મેપ દેખાડવામાં આવ્યો હતો તે મુજબ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ૨૧ આતંકી કેમ્પો સિલેક્ટ કરાયા હતા. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે ભારત સામે ૧૪૭ રનનો ટાર્ગેટ મૂક્યો હતો.
સાહિબજાદા ફરહાને અડધી સદી ફટકારી હતી. પાકિસ્તાનની પહેલી વિકેટ ૮૪ રનના સ્કોર પર પડી ત્યારબાદ ભારતીય સ્પીનરોએ એવી તે ફિરકી ચલાવી કે પાકિસ્તાન ફસાઈ ગયું. કુલદીપ યાદવે સૌથી વધુ ૪ વિકેટ લીધી. જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીએ ૨-૨ વિકેટ લીધી.
૧૪૭ રનનો ટાર્ગેટ પણ ભારત માટે એવા સમયે પહાડ જેવો બની ગયો જ્યારે ૨૦ના સ્કોર પર ટીમે અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલની વિકેટ ગુમાવી. ત્યારબાદ તિલક વર્મા, સંજૂ સેમસન અને શિવમ દુબેએ મજબૂત ઈનિંગથી ટીમ ઈન્ડિયાને જીત અપાવી. તિલક ૬૯ રન સાથે છેલ્લે સુધી નોટઆઉટ રહ્યો અને તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો.
મેચ જીત્યા બાદ ભારતીય ખેલાડીઓએ એસીસીના અધ્યક્ષ મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવાની ના પાડી દીધી અને આ ડ્રામા લગભગ ૨ કલાક સુધી રહ્યો. ત્યારબાદ મોહસિન નકવી મેદાન છોડીને જતા રહ્યા અને થોડીવાર બાદ ટ્રોફી પણ ત્યાંથી ગાયબ થઈ ગઈ. BCCI એ પાકિસ્તાન પર એશિયા કપની ટ્રોફી અને મેડલ્સ ચોરવાનો પણ આરોપ લગાવ્યો છે. જોકે ભારતીય ખેલાડીઓની ઉજવણીમાં કોઈ પણ કમી જાેવા મળી નહીં. સૂર્યા બ્રિગેડે ટ્રોફી વગર જ એશિયા કપની જીતની ઉજવણી કરી.
ભારતીય ખેલાડીઓએ એક પણ મેચ હાર્યા વગર એશિયા કપ ૨૦૨૫ ટુર્નામેન્ટ જીતી હતી. BCCI એ ટીમ ઈન્ડિયાને આ પ્રદર્શન માટે ઈનામ આપ્યું છે. જ્યારે ભારતીય ખેલાડીઓને ટ્રોફી નહોતી લીધી પરંતુ ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી શાનદાર રહી હતી.
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ સાથે બધા ખેલાડીઓએ ટ્રોફી પકડી રાખવાની એક્ટિંગ કરી અને હવામાં હાથ ઉંચા કરીને વિજયની ઉજવણી કરી. ભારતીય કેપ્ટને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટીમના ઉજવણીનો ફોટો પણ શેર કર્યો, જેમાં ટ્રોફીનો ફોટો અલગથી એડિટ કરવામાં આવ્યો હતો.
ફાઇનલ પછીનો એવોર્ડ સમારોહ પણ વિવાદોથી ભરેલો રહ્યો. ભારતીય ખેલાડીઓએ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો, જેના કારણે નકવીએ ટ્રોફી બહાર મોકલી દીધી હતી.