Last Updated on by Sampurna Samachar
સસરાનું પુત્રવધૂએ પ્રેમી સાથે મળી જાહેરમાં ઢીમ ઢાળી દીધુ
યુવાન સાથે આડા સંબંધ હોવા બાબતે ઠપકો આપતા પુત્રવધૂએ તેના પ્રેમી સાથે મળી સસરાને મોતને ઘાટ ઉતારી દીધોં
(સંપૂર્ણ સમાચાર સેવા)
લગ્નેતર સંબંધોમાં અનેક પરિવારોના માળા વિખેરાઈ ચૂક્યા છે ત્યારે આવો જ એક કરૂણ અંજામની વધુ એકઘટના હાલ વઢવાણના ફુલગ્રામ ગામેથી સામે આવી છે. જ્યાં એક સસરાએ પોતાની પુત્રવધૂને ગામના જ અન્યયુવાન સાથે આડા સંબંધ હોવા બાબતે ઠપકો આપતા પુત્રવધૂએ તેના પ્રેમી સાથે મળીને ધોળા દિવસે લાકડાઅને પાઇપના ઘા ઝીંકી સસરાને મોતને ઘાટ ઉતારી દીધો છે. જો કે આ બનાવ મામલે જોરાવરનગર પોલીસેહત્યાનો ગુનો નોંધી આરોપી પુત્રવધૂ અને તેના પ્રેમી સહિત કુલ ત્રણ આરોપીને દબોચી લીધા છે, ત્યારે સમગ્ર ઘટનાની માહિતી વાયુવેગે ફેલાતા સુરેન્દ્રનગર પંથકમાં ચકચાર મચી છે.

ઘટનાની વિગતે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ફુલગ્રામ ગામે રહેતા ૫૮ વર્ષીયરમેશભાઈ નાનુભાઈ ગાબુ પોતે ડ્રાઇવિંગ કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા, તેમના સંતાનમાં નાનો પુત્રઅશોક પણ ડ્રાઇવિંગના વ્યવસાય સાથે જોડાયેલો હતો. અશોકે ચકુબેન નામની મહિલા સાથે અંદાજે પાંચવર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ અગાઉ પણ બે લગ્ન કરી ચૂકેલી ચકુબેનને ફુલગ્રામમાં જ રહેતા સોહિલ રમેશભાઈ જીડિયા સાથે આંખ મળી જતાં બંને વચ્ચે છેલ્લા બે વર્ષથી પ્રેમસંબંધ બંધાયો હતો.
રમેશભાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.
અશોક અને તેના પિતા ડ્રાઇવિંગમાં ગયા હોય તેવા સમયે અવારનવાર સોહિલ ઘરે આવતો હતો. જેથી પાપછાપરે ચડીને પોકારે તેમ ધીરે ધીરે ચકુબેન અને સોહિલના પ્રેમસંબંધ અંગેની જાણ અશોક અને તેનાપરિવારજનોને થઈ. જેથી અશોક અને તેના પિતા રમેશભાઈ સહિતના પરિવારજનો દ્વારા આ પ્રેમસંબંધ નરાખવા ચકુ તેમજ તેના પ્રેમી સોહિલને જણાવ્યું હતું. પરંતુ પ્રેમસંબંધમાં આંધળા બનેલા ચકુ અને સોહિલનેરમેશભાઈ તેમના પ્રેમમાં આડખીલીરૂપ લાગતા હતા.
લગ્નેતર સંબંધ બાબતે વારંવાર ઠપકો આપતા સસરા રમેશભાઈ સાથે પુત્રવધૂ ચકુ તથા તેના પ્રેમી સોહિલઅને સોહિલના કૌટુંબિક ભાઈ સુરેશ લખમણભાઇ જીડિયાએ ગઈકાલે ૨૬મી માર્ચને ગુરુવારે રામનવમીનાદિવસે સવારમાં ઝઘડો શરૂ કર્યો હતો. સસરાએ પુત્રવધૂ અને તેના પ્રેમીને પ્રેમસંબંધ બાબતે ફરીવાર ઠપકોઆપતા ઉશ્કેરાયેલા સોહિલ, સુરેશ અને ચકુ લાકડાના ધોકા, લોખંડના પાઇપ લઈ રમેશભાઈ પર તૂટી પડ્યાહતા અને આડેધડ ઘા મારતા ગંભીર ઈજાઓ પહોંચતા રમેશભાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.
મારામારીના સમયે આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા, પરંતુ રમેશભાઈ પર હુમલો કરનાર પુત્રવધૂસહિતના ત્રણેય વ્યક્તિઓ પર એક હદે ઝનૂન સવાર હતું કે તેમણે રમેશભાઈની હત્યા નીપજાવી દીધા બાદ જઘા કરવાનું બંધ કર્યું હતું.
હત્યાના બનાવ બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરતાં જોરાવરનગર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસે ઘટનાના ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીને ઝડપી લીધા હતા અને હાલ આ ત્રણેય આરોપીનેજેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ત્યારે લગ્નેતર સંબંધથી સમગ્ર પરિવારને વેરવિખેર કરનાર ચકુ હવેપોલીસ મથકમાં પારાવાર પસ્તાવાનું અને તબિયત ખરાબ હોવાનું નાટક કરીને લોકોની આંખમાં ધૂળ નાખવાનો વ્યર્થ પ્રયાસ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.