Last Updated on by Sampurna Samachar
દેશી ગુલાબનો ભાવ રૂ.૩૦૦ થી રૂ.૪૦૦ પ્રતિ કિલો
માતાજીની પૂજા-અર્ચનામાં ફૂલોનું વિશેષ મહત્વ
(સંપૂર્ણ સમાચાર સેવા)
તહેવારની માંગ અને વરસાદની અસરને કારણે ફૂલોની આવક ઓછી થતાં આ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. માતાજીની પૂજા-અર્ચનામાં ફૂલોનું વિશેષ મહત્વ હોય છે, પરંતુ આ વખતે ફૂલોના આસમાને પહોંચેલા ભાવે શ્રદ્ધાળુઓની ચિંતા વધારી દીધી છે. બજારમાં ફૂલોના પ્રતિ કિલોના ભાવ આ પ્રમાણે જોવા મળી રહ્યા છે.
દેશી ગુલાબ : રૂ.૩૦૦ થી રૂ.૪૦૦ પ્રતિ કિલો
ડિવાઇન ગુલાબ: રૂ.૨૦૦ થી રૂ.૨૫૦ પ્રતિ કિલો
ગલગોટા (હજારી ગલ): રૂ.૧૦૦ થી રૂ.૨૦૦ પ્રતિ કિલો
સેવંતીના ફૂલ: રૂ.૨૦૦ થી રૂ.૨૫૦ પ્રતિ કિલો
ફૂલોના ભાવમાં થયેલા આ વધારા પાછળ મુખ્યત્વે વરસાદની સિઝન ચાલુ હોવાથી વરસાદના કારણે ફૂલોના પાકને નુકસાન થયું છે, જેના પરિણામે બજારમાં ફૂલોની આવક ઘટી છે અને ગુણવત્તા પણ અસરગ્રસ્ત થઈ છે. જોકે, ભાવ ગમે તેટલા વધે તો પણ ભક્તો પોતાની શ્રદ્ધામાં કોઈ કમી નથી આવવા દેતા.
ભક્તો માટે માતાજીની ભક્તિ સર્વોપરી છે
મોંઘા ભાવ હોવા છતાં શ્રદ્ધાળુઓ માતાજી માટે ફૂલો અને હારની ખરીદી કરવા માટે ફૂલ બજારોમાં ઊમટી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જમાલપુર જેવા અમદાવાદના મુખ્ય ફૂલ બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે, જે દર્શાવે છે કે ભક્તો માટે માતાજીની ભક્તિ સર્વોપરી છે.