અરવિંદ કેજરીવાલનો ખુલ્લો પડકાર

Share this Article:

Last Updated on by Sampurna Samachar

કોઈ સાબિત કરી દે કે મેં લાંચ લીધી છે તો હું રાજકારણ છોડી દઈશ

અરવિંદ કેજરીવાલે દાવો કર્યો કે કેન્દ્રની સરકાર તેમનાથી નફરત કરે છે તે કારણે જ તેમના પર તપાસ બેસાડી

(સંપૂર્ણ સમાચાર સેવા)

દિલ્હી કોર્ટ તરફથી કથિત દારૂ કૌભાંડ કેસમાં આરોપમુક્ત કર્યા બાદ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જંતર મંતરથી કેન્દ્ર સરકાર અને ભાજપ પર જાેરદાર પ્રહાર કર્યો છે. કેજરીવાલે પોતાને કટ્ટર ઈમાનદાર બતાવી ભાજપને ચેલેન્જ આપી છે કે, જાે કોઈ પુરવાર કરી દે કે તેમણે લાંચ લીધી છે તો તે રાજનીતિ છોડી દેશે.

તેમણે દાવો કર્યો કે કેન્દ્રની સરકાર તેમનાથી નફરત કરે છે તે કારણે જ તેમના પર તપાસ બેસાડી દીધી.
અરવિંદ કેજરીવાલે આજે રવિવારે જંતર મંતર પર આયોજિત રેલીમાં ભાજપની નીતિઓ પર આકરો હુમલો કરતાં કહ્યું હતું કે, તેમણે IITમાં સૌથી સારા અંક મળ્યા હતા કારણ કે તે ભણતરમાં સારા હતા.

દેશની દેખભાળ કોણ કરશે,દેશને કોણ સુધારશે

હું અમેરિકા ભણવા જઈ શકતો હતો. મારા ઘણા મિત્રો અમેરિકા ગયા હતા. તે સમયે મારા મનમાં એક વિચાર આવ્યો હતો કે આપણા દેશી હાલત ખૂબ જ ખરાબ છે. જાે આપણે ભણેલા ગણેલા લોકો મોટી સંસ્થાઓમાં ડિગ્રી મેળવી અમેરિકા ચાલ્યા જઈએ તો આપણાં દેશની દેખભાળ કોણ કરશે.
આપણાં દેશને કોણ સુધારશે. હું અમેરિકા ન ગયો, ભારતમાં જ રહ્યો,

મને ખબર ન હતી કે કેન્દ્રની સરકાર મને આટલી નફરત કરે છે, તેમણે મારા વિરુદ્ધ ઘણી તપાસ કરાવી, દસ વર્ષમાં ભ્રષ્ટાચારનો એક પણ પૈસો ન મળ્યો, જાે દિલ્હી સરકાર કોઈ ઠેકદાર, કોઈ વેન્ડર ઊભો થઈને એ કહે કે કેજરીવાલે મારા પાસે રૂપિયા માગ્યા હતા, તો હું રાજનીતિ છોડી દઇશ.
અરવિંદ કેજરીવાલે એ પણ દાવો કર્યો કે, ભાજપ સરકાર છેલ્લા ૧૨ વર્ષથી દેશને બરબાદ કરી રહી છે.
સમગ્ર દેશમાં પેપર લીક થઈ રહ્યા છે અને વડા પ્રધાન પરીક્ષા પર ચર્ચા કરી રહ્યા છે.

મોદીજી કહે છે કે કેજરીવાલ ભ્રષ્ટ છે તો કોર્ટે કહી દીધું કે કેજરીવાલ કટ્ટર ઈમાનદાર છે. કેન્દ્ર સરકાર સોનમ વાંગચૂકથી ડરી રહી છે. સોનમ વાંગચૂકને જેલમાં ધકેલી દીધા, તેમણે તો પહ્મ ભૂષણ કે વિભૂષણ મળવું જાેઈતું હતું. તેમણે દિલ્હી સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે, મહિલાઓના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવાના ઘણા વાયદા કરવામાં આવ્યા પણ એક પણ પૂરો કરવામાં આવ્યો નથી. ભાજપ સરકાર છેતરી રહી છે, આજે પણ લોકો કેજરીવાલની સરકારને યાદ કરીને કહે છે તે સરકાર સારી હતી.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.