Last Updated on by Sampurna Samachar
મોટી સંખ્યામાં લોકો કુટ્ટુનો લોટ ખાધા બાદ બેચેન થવા લાગ્યા
પોલીસ દ્વારા દુકાનદારો અને સ્થાનિય લોકોને સતર્ક કરાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીમાં ફરાળીનો લોટ ખાધા બાદ હડકંપ મચી ગયો. જહાંગીરપુરી, મહેન્દ્ર પાર્ક, સમયપુર, ભલસ્વા ડેરી, લાલ બાગ અને સ્વરૂપ નગર વિસ્તારમાં આશરે ૨૦૦ લોકો બિમાર પડ્યા હોવાના સમાચાર છે. ઝાડા અને ઉલટી થતા તેઓને હોસ્પિટલ ખસેડાયા હતા.

મળતી માહિતી પ્રમાણે દિલ્હીમાં ફરાળી લોટ ખાધા બાદ લોકો અચાનક બિમાર પડ્યા. અલગ અલગ વિસ્તારમાં ૧૫૦ થી ૨૦૦ લોકોને અચાનક ઝાડા ઉલટી થવા લાગ્યા જેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.જ્યાં તેમની સ્થિતિ જોઇને સારવાર કરવામાં આવી. હાલ દર્દીઓની હાલત સ્થિર છે. આ સાથે જ હોસ્પિટલ દ્વારા અપડેટ આપવામાં આવી છે કે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની હવે જરૂરત નથી. ઝાડા ઉલટી થવાને કારણે તેમની હાલત ખરાબ હતી. પરંતુ તે હવે ઠીક છે.
દર્દીઓની હાલત હવે સ્થિર
ઉત્તર પશ્ચિમ જિલ્લા DCP અનુસાર, દુકાનદારો અને સ્થાનિય લોકોને સતર્ક કરી દેવામાં આવ્યા છે. ફૂડ વિભાગને પણ આ મામલે જાણકારી આપવામાં આવી છે. જહાંગીરપુરી પોલીસ સ્ટેશને સૂચના કરવામાં આવી હતી કે મોટી સંખ્યામાં લોકો કુટ્ટુનો લોટ ખાધા બાદ બેચેન થવા લાગ્યા અને ઝાડા ઉલટી શરૂ થવા લાગ્યા લોકોએ દુકાનદારને ઘેર્યા હતા.
હોસ્પિટલના જણાવ્યા અનુસાર જહાંગીરપુરી, મહેન્દ્ર પાર્ક, સમયપુર, ભલસ્વા ડેરી, લાલ બાગ અને સ્વરૂપ નગર વિસ્તારમાં આશરે ૨૦૦ લોકોનો ઝાડા ઉલટી થવા લાગી અને તેઓને ઇમરજન્સી વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યા. દર્દીઓને દવા આપવામાં આવી હાલ દરેકની હાલત સ્થિર છે. કોઇ પણ ગંભીર હાલતમાં નથી.