Last Updated on by Sampurna Samachar
નાયબ મુખ્યમંત્રીના હસ્તે નિમણૂંક પત્ર એનાયત
GSRTC દ્વારા મોટા પાયે ભરતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એક ભવ્ય નિમણૂંક પત્ર એનાયત સમારોહ યોજાયો હતો. જે આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના હજારો યુવાનોને સરકારી નોકરીની ભેટ મળી છે.

GSRTC દ્વારા રાજ્યના પરિવહન ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે મોટા પાયે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ ભરતીના ભાગરૂપે આજે મહાત્મા મંદિર ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં કુલ ૪,૭૪૨ ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવશે.
નવનિયુક્ત કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા
આ ગરિમામય સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યકક્ષાના મંત્રી પ્રવિણ માળી ખાસ ઉપસ્થિત રહ્યા છે. મંત્રીઓના હસ્તે પ્રતિકાત્મક રીતે ઉમેદવારોને નિમણૂંક પત્રો સોંપવામાં આવ્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ નવનિયુક્ત કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા અને નિગમની સેવામાં નિષ્ઠાપૂર્વક જોડાવા પ્રોત્સાહિત કર્યા હતા.